બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 3 employees of hotel arrested for filming, blackmailing guest

પૈસાને નામે પાપાચાર / હોટલમાં ઉતરો તો ધ્યાન રાખજો ! અશ્લિલ વીડિયો રેકોર્ડ કરીને પૈસા પડાવવાનું કૌભાંડ ઝડપાયું, કપલને મળ્યો પોતાનો સેક્સ વીડિયો

Hiralal

Last Updated: 03:15 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની ઓયો હોટલમાં રોકાયેલા કપલનો અશ્લિલ વીડિયો ઉતારી લઈને તેમને મોકલીને પૈસા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે.

  • હોટલવાળા હવે કરી રહ્યાં છે અશ્લીલ ખેલ 
  • દિલ્હીની ઓયો હોટલમાં ઝડપાયું અશ્લિલ વીડિયો બનાવીને પૈસા પડાવવાનું કૌભાંડ 
  • હોટલનો સ્ટાફ ભેગા મળીને રોકાયેલા કપલનો ઉતારતા હતા સેક્સ વીડિયો
  • પછી તેમને મોકલીને પૈસા પડાવતા

દિલ્હીના દ્વારકાની ઓયો હોટલમાં રાત રોકાયેલા લોકોનો ગુપ્ત રીતે અશ્લિલ વીડિયો બનાવી લઈને તેમને મોકલીને પૈસા પડાવવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર  મચી છે. હવે તો પત્ની કે મહિલા મિત્ર સાથે હોટલમાં રહેતા પણ બીક લાગે તેવું બન્યું છે. દિલ્હીના દ્વારકાની ઓયો હોટલમાં મહેમાનો પાસેથી પૈસા પડાવવાના આરોપમાં પોલીસે હોટલના 3 કર્મચારીઓની ધરપકડ કરી છે. આ મામલે દ્વારકા સાયબર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે હોટલના ત્રણ કર્મચારીઓ સહિત નકલી સીમ આપનાર યુવકની પણ ધરપકડ કરી છે. નકલી આઈડીમાંથી લેવામાં આવેલા આ સિમના માધ્યમથી આરોપી ઈન્સ્ટાગ્રામ પર પ્રોફાઈલ બનાવીને તે વીડિયોને પીડિતાને મોકલીને બ્લેકમેલ કરતો હતો. પોલીસે આરોપીઓના મોબાઇલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે, જેથી જાણી શકાય કે આરોપીના અત્યાર સુધી કેટલા લોકોને અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યા છે.

વીડિયો મોકલવા ખરીદી લીધા જિઓના 54 સિમકાર્ડ 
ડીસીપી એમ હર્ષવર્ધને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિજય કુમાર, અંકુર, દિનેશ અને દીપક કુમાર તરીકે થઈ છે, જેમણે આરોપીઓને નકલી આઈડી પર સિમકાર્ડ આપ્યા હતા. આ તમામ યુપીના હાપુડ જિલ્લાના રહેવાસી છે. તેમના કબજામાંથી સિમકાર્ડ, ગ્રેટ ઇન હોટલના ડીવીઆરની હાર્ડ ડિસ્ક, જિયોના 54 કોરા સિમકાર્ડ અને બાયોમેટ્રિક મશીન સહિત પાંચ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

હોટલમાં ગર્લફ્રેન્ડને લઈને ગયેલા યુવાનના ઈન્સ્ટા પર આવ્યો તેનો પોતાનો સેક્સ વીડિયો
ફરિયાદીએ દ્વારકા સાયબર પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, તે પોતાની મહિલા મિત્ર સાથે દ્વારકાની ગ્રેટ ઈન હોટલમાં ગયો હતો. 19 જાન્યુઆરીએ તેને અને તેના મિત્રને અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી તેનો અશ્લીલ વીડિયો મળ્યો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે જો તેઓ પાંચ લાખ રૂપિયા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેશે. ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો અને સાયબર પોલીસ સ્ટેશનના એસએચઓ જગદીશ કુમારની આગેવાની હેઠળ એસીપી ઓપરેશન રામ અવતારની દેખરેખ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ટીમને તપાસ અને આરોપીને પકડવા માટે તૈનાત કરવામાં આવી હતી.

પોલીસે ટેકનોલોજીથી મદદથી આરોપીને પકડી પાડ્યાં 
પોલીસે કથિત ઇન્સ્ટાગ્રામ આઈડીનું વિશ્લેષણ કર્યું હતું અને તેનાથી સંબંધિત મોબાઇલ નંબર શોધી કાઢ્યો હતો. આ પછી પોલીસ મોબાઇલ નંબરના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચી હતી, જ્યાં તેમને સરનામું નકલી હોવાનું જણાયું હતું. ત્યારબાદ પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને આઇએમઇઆઇ નંબરની મદદથી યુપીના હાપુડમાં વિજય કુમાર પાસે પહોંચી હતી. તેણે સિમનો ઉપયોગ કરવાની વાત કબૂલી હતી, પરંતુ ઇન્સ્ટાગ્રામ આઇડી અંગે કંઇ કહ્યું નહોતું. આવી સ્થિતિમાં, પોલીસે તેને અને તેના સાથીઓ અંકુર અને દિનેશને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

હોટલમાં લાકડાની દિવાલના છિદ્રમાં મોબાઈલથી કપલના બનાવતા વીડિયો 
વિજયે કહ્યું કે તે વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. જોકે, 2022માં તેણે હોટલમાં નોકરી લીધી હતી. આ પછી તેણે પોતાના સાથીઓ અંકુર અને દિનેશને પણ હોટલમાં નોકરી અપાવી હતી. પરંતુ તેને મળેલા પગારથી તે ખુશ ન હતો, તેથી તેણે વધુ પૈસા કમાવવા માટે વીડિયો બનાવીને ગેસ્ટને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવાની યોજના બનાવી હતી. આરોપીએ કહ્યું કે હોટલના રૂમમાં લાકડાની દિવાલ છે. લાકડાની પ્લાયમાં ઇલેક્ટ્રિક બટન પાસે એક છિદ્ર હતું. તેઓ મોબાઈલથી વીડિયો બનાવતા હતા.આરોપી વિજયે ઓગસ્ટ 2022માં નોકરી છોડી દીધી હતી. આ પછી અંકુર અને દિનેશ વીડિયો બનાવતા રહ્યા. ત્યાર બાદ આ વર્ષે જાન્યુઆરીમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવીને મહેમાનોને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. હાપુરના દીપક કુમાર તેમને આઈડી બનાવવા માટે સિમ આપતા હતા. વિજયના કહેવાથી પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

OMG delhi dwarka hotle news hotel viral video hotel viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ