બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / ભાવનગર / 3 died in bhavnagar vallabhipur accident between car and truck

દુર્ઘટના / ભાવનગરના વલભીપુર નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોને કાળ ભરખી ગયો

Dhruv

Last Updated: 03:07 PM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નજીક ગંભીર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના 3 સભ્યોને કાળ ભરખી ગયો.

  • ભાવનગરના વલ્લભીપુર નજીક ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં આહીર પરિવારના 3 સભ્યોના મોત
  • એકને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયો

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી હોવાનું સામે આવતું હોય છે. જેમાં મોટા ભાગના અકસ્માત હાઇવે પર જ સર્જાતા હોય છે. ત્યારે એકવાર ફરી ભાવનગરના વલ્લભીપુર નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમરેલીના આહીર (એક જ પરિવાર) પરિવાર પર કાળ મોત બનીને આવ્યો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય એક વ્યક્તિને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આહીર પરિવાર કારમાં સુરતથી અમરેલી તરફ જઇ રહ્યો હતો.

અકસ્માતમાં કારના ફુરચેફુરચા થઇ ગયા

અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા કારના ફુરચેફુરચા થઇ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. આ ઘટનાની જાણ થતા એમ્બ્યુસન્સ પણ તુરંત ઘટનાસ્થળે આવી ગઇ હતી અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

40 વર્ષીય જીલુભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં સવાર થઈ સુરતથી અમરેલી વતન તરફ જઈ રહ્યાં હતા. આ કારમાં તેઓના પત્ની અને બે પુત્રો સવાર હતા. ત્યારે રાજકોટ હાઈવે પર કારની ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઇ હતી. આ અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં પતિ, પત્ની અને 15 વર્ષના દીકરાનું મોત નિપજ્યું હતું. જ્યારે 17 વર્ષીય દીકરો શુભમ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આથી તેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે.

મૃતકોના નામ

જીલુભાઈ બાબલુભાઈ ભૂવા, ઉંમર 40 વર્ષ
ગીતાબેન જીલુભાઇ ભૂવા, ઉંમર 38 વર્ષ
શિવમ જીલુભાઈ ભુવા, ઉંમર 15 વર્ષ

ઈજાગ્રસ્ત કિશોર

શુભમ સમતભાઇ ભૂવા, ઉંમર 17 વર્ષ

હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને વલભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આટલો મોટો ગંભીર અકસ્માત આખરે કેવી રીતે સર્જાયો? કયા કારણોસર ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ? આ સાથે આહીર પરિવારના સ્વજનોને પણ આ અકસ્માત વિશે જાણ કરાતા હોસ્પિટલ પર મોટા ભાગના સગા-સંબંધીઓ પણ દોડી આવ્યા હતા.

બનાસકાંઠાના મેરવાડા ગામ નજીક પણ સર્જાયો ગંભીર અકસ્માત

બીજી બાજુ બનાસકાંઠાના મેરવાડા ગામ નજીક પણ ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અચાનક રોડ વચ્ચે આખલો આવી જતા ગાડી પલટી મારી ગઇ હતી. આથી કારમાં સવાર મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. કારમાં બેઠેલ 4 વર્ષીય બાળકનો આબાદ બચાવ થયો હતો. રખડતા પશુના કારણે એક સપ્તાહમાં આ બીજું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ