બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 3 death in accident between 2 bikes in Sabarkantha Idar

દુર્ઘટના / ઇડરમાં 2 બાઈક વચ્ચે અકસ્માતમાં 3ના મોત, તો બોડેલીના 2 કાર સામસામે અથડાતા મોડેલ એશ્રા પટેલ ગંભીર ઇજાગ્રસ્ત

Vishnu

Last Updated: 11:50 PM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ઇડરના સુદ્વારાસણા નજીક અકસ્માતમાં  3 વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં છે. 2 બાઇક વચ્ચે ટક્કર થતાં આ ગોઝારી ઘટના બની છે.

  • સાબરકાંઠામાં 2 બાઈક વચ્ચે અકસ્માત થતા 3 વ્યક્તિના મૃત્યુ
  • તો બીજી તરફ છોટાઉદેપુરની મોડેલ એશ્રા પટેલની કારનો અકસ્માત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં મોટો વધારો થયો છે. ગુરુવારના રોજ રાજ્યમાં 3 અકસ્માતની ઘટનામાં કુલ 5 વ્યક્તિના મોત થયા છે. સાબરકાંઠાના ઇડરના સુદ્વારાસણા નજીક 2 બાઈક વચ્ચે ભયાવાહ ટક્કર થઈ હતી.જેમાં 3 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 3 વ્યક્તિઓને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જાદર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતદેહોને પીએમ અર્થે ખસેડયા હતા. તેમજ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ આરંભી હતી. 

મોડેલ એશ્રા પટેલની કારને નડ્યો અકસ્માત
તો બીજી તરફ છોટાઉદેપુરની મોડેલ એશ્રા પટેલની કારનો અકસ્માત થયો છે. બોડેલીના સૂર્યા ઘોડા ગામ નજીક બનેલા આ અકસ્માતમાં એશ્રા પટેલ સહિત કારસવાર બંનેને ઈજાઓ પહોંચી હતી.બે કાર સામસામે અથડાતા અકસ્માત થયો હતો.ગંભીર ઈજાગ્રસ્ત એશ્રા પટેલને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે. સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા એશ્રા પટેલ ચર્ચામાં હતી. 

જામનગરના ખંભાળિયા ધોરીમાર્ગ પર ત્રણ કાર વચ્ચે અકસ્માતમાં 2ના મોત
જામનગરના ખંભાળિયા ધોરીમાર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મીઠાઈ ગામના પાટિયા નજીક ત્રણ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામના બે યુવાનોના મોત થયા છે. રાવલ નગરપાલિકામાં ફરજ બજાવતા બે કર્મચારીઓના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને જામનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતક પૈકી એક યુવાન સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતો હતો.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકે 15 કિમી સુધી બાઈકને ઢસડયું
તો બીજી બાજુ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર મહારાષ્ટ્રની હદમાં આવેલા તલાસરી  નજીક એક ટેમ્પો ચાલકે હાઇવે પરથી પસાર થતા એક બાઈકને અડફેટે લીધું હતું. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ટેમ્પો નીચે ફસાઈ ગયું હતું. તેમ છતાં અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલકે પૂર ઝડપે ટેમ્પો હાઇવે પર દોડાવ્યો. એટલે કે, ટેમ્પોએ બાઇકને અડફેટે લઇ 15 કિમી  સુધી હાઇવે પર ઢસડ્યું. 15 કિમી સુધી હાઈવે પર ટેમ્પો નીચે આતશબાજી થતી હોય તેવાં દ્રશ્યો સર્જાયા. જો કે, આ મામલે મહારાષ્ટ્ર પોલીસે ભીલાડ આવીને ટ્રક અને બાઇકનો કબ્જો મેળવ્યો છે. સદનસિબે આ બનાવમાં બાઇક ચાલકનો બચાવ થયો હતો. બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Death Road Accident Sabarkantha idar અકસ્માત ઈડર એશ્રા પટેલ બોડેલી મોડેલ રોડ અકસ્માત સાબરકાંઠા Road Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ