સુભાનપુરા વિસ્તારમાં કાર ચાલકે રિક્ષા ચાલકને અડફેટે લીધા બાદ કાર થાંભલા સાથે અથડાઇ નજીક ઉભેલા દાદા અને પૌત્ર પર ચડી ગઈ હતી.
વડોદરામાં 2 અકસ્માતની ઘટના
પહેલા અકસ્માતમાં 2ના મૃત્યુ, 4 વ્યક્તિ ઘાયલ
બીજા હિટ એન્ડ રનમાં એક મહિલાનું મોત
વડોદરા ભયાવહ કાર અકસ્માતમાં દાદા અને પૌત્રનું મોત થતાં ચકચાર મચી છે. એક ફૂલ સ્પીડે આવેલી કાર પહેલા રિક્ષા સાથે અથડાઇ વીજપોલ સાથે ટક્કર મારી ગઈ હતી જે બાદ ઘરની બહાર ઉભેલા દાદા અને પૌત્રને પણ અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 2 વર્ષના બાળક અને 61 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે. કારમાં સવાર બંને યુવકો દારૂના નશામાં હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
2 વર્ષના બાળક અને 61 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ઉર્વશી ડુપ્લેક્ષ નજીક શનિવારે રાત્રે 9 વાગ્યા બાદ અંકોડિયા ખાતે રહેતો નિશિત પટેલ તેની હુન્ડાઇ ક્રેટા કાર (GJ 06 LK 1303) ફૂલ સ્પીડે ચલાવી રહ્યો હતો. જે બાદ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રિક્ષા સાથે અથડાઇ વીજ પોલ સાથે ટકરાઇ હતી. જે બાદ ત્યાંથી આગળ ઘર બહાર ઉભેલા દાદા કાનજી જોગરાણા અને પૌત્ર રાજવીર જોગરાણા સાથે અથડાઇ હતી. જેમઆ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બંને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં સોંપો પડી ગયો હતો.
અન્ય એક હિટ એન્ડ રનની ભયંકર દુર્ઘટના
તો બીજી તરફ વડોદરા કપુરાઇ નેશનલ હાઇવેની નજીક પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. માં દીકરો દિવાળીપુરા ગામે મરઘાનું ખાતર ભરવાના મજૂરી કરવા ગયા હતા. સાંજના સુમારે પરત ફરતા તેઓ ટેમ્પો બેસી ઘરે આવવા નીકળ્યા હતા. પણ ઉતાવળ હોવાથી અને જમવાનું બનાવવાનું હોવાથી તેઓ કપુરાઇ બ્રિજ પર ઉતરી ગયા હતા. બરોબર તેજ સમયે હાઇવે પર સાઇડ પર ટેમ્પો ઉભો રાખીને બંને રસ્તો ક્રોસ કરીને જઇ રહ્યા હતા. તેવામાં જ અમદાવાદથી સુરત જતા રસ્તા પર પેટ્રોલ પંપની નજીક મા દિકરાને ટક્કરે લીધા હતા. જેમાં રમીલાબેન કાર નીચે ચગદાઇ ગયા હતા. આ અકસ્માત એટલો બધો ભયાવહ હતો કે મૃતક મહિલાના શરીર નાના નાના ટુકડામાં વહેચાઈ ગયું હતું. જેને ભેગું કરવા પાવડો લેવાયો હતો. સમગ્ર અકસ્માત બાબતે અજાણ્યા વાહનચાલક સામે પાણીગેટ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.