બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાકિસ્તાનના જાસૂસ બાદ હવે ઝડપાયા ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 3 બાંગ્લાદેશી, પોલીસ એક્શનમાં

ઇસનપુર / પાકિસ્તાનના જાસૂસ બાદ હવે ઝડપાયા ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 3 બાંગ્લાદેશી, પોલીસ એક્શનમાં

Last Updated: 09:02 AM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાંથી વધુ એકવાર શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. શહેરના ઇસનપુર વિસ્તારમાંથી પાસપોર્ટ વગરના બાંગ્લાદેશી લોકો ઝડપાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર અમદાવાદ પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં શહેરના ઇસનપુર વિસ્તારમાં 03 બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા. તપાસ કરવામાં આવતા તમામ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર અમદાવાદમાં રહેતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. હાલ તમામની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઇસનપુરમાંથી સગીરા સહિત 3 બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી હતી.

પાકિસ્તાની જાસૂસ ઝડપાયા

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે. ઘણા રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડના દરરોજ રિપોર્ટ આવી રહ્યા છે. વિસ્તારના ચંડોળા તળાવ નજીકથી આ લોકો ઝડપાયા હતા. ત્યારે ગતરોજ પાકિસ્તાની જાસૂસ ઝડપાયા બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી.

વધુ વાંચો : વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટનો મોટો નિર્ણય, તમામ પીડિતોને વળતર ચૂકવવા આદેશ

ગતરોજ પાકિસ્તાની જાસૂસ ઝડપાયો

ગતરોજ એટીએસએ દિનેશ ગોહિલની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Illegally Bangladeshi Nationals Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ