બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 29 crore cash, 5 kg gold! Treasure buried in cash queen Arpita Mukherjee's toilet, took 10 hours to count

દરોડા / 29 કરોડ રોકડા, 5 કિલો સોનું ! કેશ ક્વીન અર્પિતા મુખર્જીનાં ટોઇલેટમાં દટાયો હતો ખજાનો, ગણતાં 10 કલાક લાગ્યા

Last Updated: 08:44 AM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના બીજા ફ્લેટ પર EDએ બુધવારે દરોડા પાડ્યા હતા.

  • EDને બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકાતામાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા
  • વિપક્ષી પાર્ટીઓ TMC પર પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી 
  • EDને આ ફ્લેટમાં પ્રવેશવા માટે દરવાજો તોડવો પડ્યો

આ દરમિયાન EDને 29 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળ્યું હતું. આટલી મોટી રકમની ગણતરી કરવામાં EDના અધિકારીઓને 10 કલાકનો સમય લાગ્યો, આ માટે ત્રણ નોટ કાઉન્ટીંગ મશીન પણ મંગાવવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે અર્પિતાએ આ પૈસા ફ્લેટના ટોયલેટમાં છુપાવ્યા હતા.

EDને બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકાતામાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકાતાની આસપાસના ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDને અર્પિતા મુખર્જીના બેલઘરિયા સ્થિત અન્ય ફ્લેટમાંથી લગભગ  રૂ.29 કરોડ  અને 5 કિલો સોનું મળ્યું હતું. આ પૈસાની ગણતરી કરવામાં EDની ટીમને લગભગ 10 કલાકનો સમય લાગ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે અર્પિતાએ આ પૈસા ફ્લેટના ટોયલેટમાં છુપાવ્યા હતા.

વિપક્ષી પાર્ટીઓ TMC પર પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી 

ઉલ્લેખનીય છે કે, EDએ તાજેતરમાં શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત કેસમાં પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી હતી. અર્પિતા મુખર્જી પાર્થ ચેટરજીની નજીક છે. માત્ર 5 દિવસ પહેલા જ EDને અર્પિતાના ફ્લેટમાંથી 21 કરોડ રોકડા અને તમામ કીમતી વસ્તુઓ મળી હતી. અર્પિતાની 23 જુલાઈએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ EDની આ કાર્યવાહી બાદ વિપક્ષી પાર્ટીઓ TMC પર પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી રહી છે. એટલું જ નહીં, શિક્ષક ભરતી કૌભાંડમાં મની ટ્રેઇલની તપાસ કરી રહેલી EDએ પશ્ચિમ બંગાળ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ TMC ધારાસભ્ય માનિક ભટ્ટાચાર્યની પણ પૂછપરછ કરી હતી.

EDએ રાજદંગા અને બેલઘરિયામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા

EDએ બુધવારે સવારે દક્ષિણ કોલકાતાના રાજદંગા અને બેલઘરિયામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જે કથિત રીતે અર્પિતા મુખર્જીની મિલકતો છે. અર્પિતા મુખર્જીએ EDની પૂછપરછ દરમિયાન આ સંપત્તિઓનો ખુલાસો કર્યો હતો.

EDને આ ફ્લેટમાં પ્રવેશવા માટે દરવાજો તોડવો પડ્યો

કારણ કે તપાસ એજન્સીને તેમની ચાવીઓ મળી ન હતી. ED અધિકારીઓએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમને એક હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી સારી એવી રકમ મળી છે. રોકડ ગણવા માટે ત્રણ નોટ ગણવાના મશીન લાવવા પડ્યા હતા. એટલું જ નહીં ફ્લેટમાંથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. મંત્રી અને મુખર્જીની પૂછપરછ અંગે પૂછવામાં આવેલા સવાલ પર ED અધિકારીએ કહ્યું કે અર્પિતા તપાસમાં સહકાર આપી રહી છે, જ્યારે પાર્થ ચેટર્જી આવું નથી કરી રહ્યા.

પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હાંકી કાઢવાની માંગણી તેજ બની

બીજી તરફ પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હાંકી કાઢવાની માંગણી તેજ બની છે. રાજ્યના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી રાજભવન ખાતે રાજ્યપાલ લા ગણેશનને મળ્યા હતા અને ચેટરજીને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

ED Gold arpita mukherjee cash અર્પિતા મુખરજી ઈડી રોકડ સોનું ED
ParthB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ