બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતમાં તંત્ર 10 હજાર લોકોનો આશરો છીનવશે! પાણી અને વીજ કનેક્શન કાપ્યા, જાણો કેમ
Last Updated: 07:54 PM, 17 July 2024
હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. તેમજ રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં જર્જરિત ઈમારત ધરાશાયી ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા તકેદારીનાં ભાગરૂપે જર્જરિત ઈમારતોને ઈતારી લેવા માટે ચોમાસા પહેલા જ મકાન માલિકોને નોટીસ આપી દેવામાં આવે છે. ત્યારે સુરતમાં સચિન સ્લમ બોર્ડમાં રહેતા 10 હજારથી વધારે પરિવારજનોનાં માથેથી છત છીનવાઈ જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્ર આવતીકાલે ફરીથી મકાન ખાલી કરાવવા માટે જશે.
ADVERTISEMENT
વીજ અને પાણી કનેક્શન કાપી નાંખ્યા
ADVERTISEMENT
સુરતનાં સચિન વિસ્તારમાં 33 વર્ષ પહેલા બનેલી શ્રમ વસાહત જર્જરિત થતા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલ મહાનગર પાલિકા દ્વારા રહીશો માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ વીજ કનેક્શન તેમજ પાણી કનેક્શન કાપી નાંખતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે શ્રમ વસાહતમાં 2600 મકાન છે. જેમાં 10 હજાર જેટલા પરિવારો રહે છે. ત્યારે આજે પાણી કનેક્શન તેમજ વીજ કનેક્શન કાપી નાંખવામાં આવતા રહીશોએ અંધારામાં જ રહ્યા હતા. ત્યારે રહીશોએ કોર્પોરેશનની જોરહુમકી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કોર્પોરેશનની ટીમ તેમજ રહીશો વચ્ચે ઘર્ષણ થયું
શ્રમ વસાહતમાં છેલ્લા 30 વર્ષથી અનેક પરિવારો પોતાનાં પરિવાર સાથે વસવાટ કરી રહ્યા હતા. ત્યારે પાલિકામાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ વહીવટી તંત્રની ઉંઘ ઉડી હતી. જે બાદ વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. અને જર્જરિત શ્રમ વસાહતનાં મકાનો ખાલી કરાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે મકાન ખાલી કરાવવા ગયેલ કોર્પોરેશનની ટીમ તેમજ રહીશો વચ્ચે ઘર્ષણ પણ થવા પામ્યું હતું.
વધુ વાંચોઃ દહેગામના જૂના પહાડીયા ગામ વેચવાના કેસમાં એક્શન, 3 આરોપીઓ LCBના જાપ્તામાં
શ્રમ વસાહતનાં પીડીત રહીશોએ આપવીતી કહી
આ બાબતે શ્રમ વસાહતનાં પીડીત રહીશોએ જણાવ્યું હતું કે, અમે સચિન હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. અને અમારા નાના બાળકો છે. ત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે અમે હાલ ક્યાં જઈએ. સરકાર દ્વારા થોડું વિચારવું જોઈએ તેમજ અમને બે-ત્રણ મહિનાનો સમય આપવો જોઈએ. તેમજ અમને બીજી વ્યવસ્થા કરવાનો કોઈ પણ સમય આપ્યો નથી. તેમજ અચાનક આવીને પાણી કનેક્શન કાપી નાંખ્યું, વીજળી કાપી નાંખી ત્યારે અમે વીજળી વગર કેવી રીતે રહીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.