બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરમાં 26 ઇંચ વરસાદથી તારાજી, પૂરના પાણીથી રસ્તાઓ બંધ, અનેક લોકોનું સ્થળાંતર, જુઓ વીડિયો

મેઘમહેર / પોરબંદરમાં 26 ઇંચ વરસાદથી તારાજી, પૂરના પાણીથી રસ્તાઓ બંધ, અનેક લોકોનું સ્થળાંતર, જુઓ વીડિયો

Last Updated: 09:59 AM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Porbandar Heavy Rain Latest News : પોરબંદર જિલ્લામાં 554 લોકોનું ભારે વરસાદના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું, પ્રાથમિક શાળા સહિતના શેલ્ટર હાઉસમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામા આવી

Porbandar Heavy Rain : ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર વચ્ચે પોરબંદરમાં આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે. વાસ્તવમાં છેલ્લા 2 દિવસમાં પોરબંદરમાં આવેલ ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વિગતો મુજબ પોરબંદર જિલ્લામાં 554 લોકોનું ભારે વરસાદના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે પ્રાથમિક શાળા સહિતના શેલ્ટર હાઉસમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામા આવી છે.

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે સલામતીના કારણોસર 554 લોકોનું સ્થળાંતર મોડી રાત સુધીમાં કરવામાં આવ્યું છે. આ તરફ વરસાદની આગાહી અને આજના વરસાદથી ઉપરવાસથી આવી રહેલા પાણીના પગલે પોરબંદર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં નીચાણ વાળા એરિયામાં સલામતીના ભાગરુપે કામગીરી કરવામાં આવી છે. મંહતનું છે કે, પોરબંદર જિલ્લામાં 36 કલાકમાં 26 ઇંચ વરસાદ ખાબકતા તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

પોરબંદરમાં પૂરના પાણી હજુ પણ નથી ઓસર્યા, શહેરમાં અનેક જગ્યાએ હજુ પણ પાણી ભરાયેલા છે. પાણીના કારણે પોરબંદરના ઓલવેધર પોર્ટમાં જવાનો રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતા પાણીના નિકાલ માટે રસ્તો તોડી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. રસ્તા પર પાણી ભરાતા સુભાષનગર જવાના રસ્તા બંધ થયા.

રાજ્યમાં એક સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં જિલ્લામાં 36 કલાકમાં 26 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

આગામી પાંચ દિવસ આગાહી

આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. જ્યાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો : ચાલુ ક્લાસે જ વર્ગખંડની દીવાલ અચાનક ઘરાશાયી, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, જુઓ CCTV વીડિયો

સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં પણ ઓરેંજ અલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.આ સાથે અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Porbandar Heavy Rain Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ