બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / 250 રૂપિયાનો રિચાર્જ પ્લાન, 45 દિવસ સુધી આ કંપની આપી રહી છે અનલિમિટેડ ડેટા અને કોલિંગ
Last Updated: 05:16 PM, 12 November 2024
એક તરફ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી રહી છે તો બીજી તરફ સરકારી ટેલિકોમ કંપની BSNL એક બાદ એક સસ્તા પ્લાન લોકોને ઓફર કરી રહી છે. જુલાઈ મહિના બાદથી કંપનીએ ઘણા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. BSNLએ તેના પોર્ટફોલિયોમાં એક મહિના કરતાં વધુ સમય માટેનો એક જબરદસ્ત પ્લાન રજૂ કર્યો છે.
ADVERTISEMENT
એક તરફ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ જેવી કે Jio, Airtel અને Vi તેમના કસ્ટમરને મહિનાના રિચાર્જ પ્લાનમાં માત્ર 28 દિવસની જ વેલિડિટી આપે છે. તો BSNL માત્ર 249 રૂપિયામાં 40 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. યુઝર્સ માટે BSNLનો આ રિચાર્જ પ્લાન બેસ્ટ ઑફર બની શકે છે. અહીંયા આ રિચાર્જ પ્લાન વિશેની ડિટેઈલ જાણીએ.
ADVERTISEMENT
BSNL દ્વારા તાજેતરમાં જ તેમના કસ્ટમર માટે 249 રૂપિયાનો ખૂબ જ સસ્તો રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં કસ્ટમરને 45 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવે છે. ફ્રી કોલિંગની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.
ઉલ્લેખનીય છે કે, BSNLના કસ્ટમરની 5Gની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. BSNL દ્વારા 5G નેટવર્કની તૈયારી અંગે મહત્વપૂર્ણ કાર્ય શરૂ કર્યું છે. ટૂંક સમયમાં 5G ટાવરના ઈન્સ્ટોલેશન શરૂ કરવાની તૈયારી છે. કંપનીએ તેના કરોડો ગ્રાહકોને ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો વાયદો કર્યો છે, જે કસ્ટમરની હાઇ-સ્પીડ ડેટા જરૂરિયાતોને પૂરી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.