બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 10:37 AM, 5 March 2022
ADVERTISEMENT
યુવા ક્રિકેટરને હાર્ટ એટેક
બૈતૂલથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં એક 25 વર્ષનો યુવક ક્લિનિકમાં ઈલાજ કરાવવા ગયો હતો. ત્યાં બેઠા બેઠા તેને મેજર હાર્ટ એટેક આવ્યો તથા તે જમીન પર પડી ગયો. આ દરમિયાન તેના દોઢ કલાકમાં 40 વાર શ્વાસો થોભ્યા. પરંતુ મોકા પર હાજર ડોકટરોએ તેમનો જીવ બચાવ્યો.
ADVERTISEMENT
મધ્યપ્રદેશના બૈતૂલની આ ઘટના છે. યુવક જમીન પર પડી ગયો અને ત્યાર બાદ ડોકટરે દેવદૂત બનીને તેનો જીવ બચવી લીધો. આ વીડિયો 21 ફેબ્રુઆરીનો કહેવામાં આવી રહ્યો છે. આ આખો મામલો દવાખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે.
દોઢ કલાકમાં 40 વાર અટક્યા શ્વાસો
બૈતૂલનાં આમલામાં રહેનાર 25 વર્ષનો ક્રિકેટર 21 ફેબ્રુઆરીની સાંજે છાતીમાં દુખાવાને ઇગ્નોર કરતો રહ્યો તથા રાત્રે 11 વાગ્યે જ્યારે અસહનીય પીડા થવા લાગી તો પરિજનો તેને લઈને એક પ્રાઈવેટ દવાખાને પહોંચ્યા. યુવક રિસેપ્શન પર પોતાની એંટ્રી કરાવી રહ્યો હતો તથા ડોક્ટર પણ રિસેપ્શન પાસે જ ઉભા રહીને મોબાઈલ ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન બેઠા બેઠા યુવક જામેને પર પડી ગયો. ત્યારે જ ડોકટરે તેને કોર્ડીયક મસાજ આપવાનો શરુ કર્યો. યુવકનાં લગભગ દોઢ કલાકમાં 40 વાર શ્વાસો અટક્યા છે.
બેઠા બેઠા જમીન પર પડી ગયો યુવક
ડોકટરોનાં પ્રયાસથી યુવકને બચાવવામાં આવ્યો તથા તેને દવાખાનાથી રજા મળી ગઈ. પરિજનો સારા ઈલાજ માટે તેને નાગપુર લઇ ગયા. જ્યાં તપાસ બાદ તેના હાર્ટમાં 80% બ્લોકેજની જાણ થઇ. યુવકની એન્જીયોગ્રાફી કરવામાં આવી. પરિજનોનું કહેવું છે કે જરા પણ સમય લાગ્યો હોત તો તેમના યુવાન પુત્રનું મૃત્યુ થઇ શકતું હતું. યુવકનાં સાજા થયા બાદ પરિજનોએ રાહતનાં શ્વાસ લીધા.
યુવકના હાર્ટમાં 80% બ્લોકેજ
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શ્યામ સોનીએ જણાવ્યું કે 21 ફેબ્રુઆરીનાં રોજ ઈલાજ માટે એક યુવક આવ્યો હતો જે રાજ્ય સ્તરનો ક્રિકેટ પ્લેયર પણ છે. રિસેપ્શન પર બેઠા બેઠા તેને એટેક આવ્યો તથા તે જમીન પર પડી ગયો અને દોઢ કલાકમાં 40 વાર યુવકના શ્વાસો અટક્યા અને પછી કાર્ડીયક મસાજ, એક ઇન્જેક્શન અને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો જે બાદ યુવકનો જીવ બચાવાયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.