બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / 25 to 50 crop insurance scam in Gujarat said congress

મહાકૌભાંડ / વીમા કંપની અને સરકારની સાંઠગાંઠથી ખેડૂતો છેતરાયા, પાકવીમા મુદ્દે રાફેલ કરતાં પણ મોટું કૌભાંડ

Gayatri

Last Updated: 12:36 PM, 31 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર અને વીમાકંપનીઓ આંકડાની માયાજાળમાં ખેડૂતોને ફસાવીને કરોડો ચાંઉ કરી ગઈ હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. આ અંગે આંકડાકિય ફેરફાર કરી ખેડૂતોની રકમ વીમાકંપની અને સરકારી તીજોરીમાં ગઈ હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.

  • પાક વીમાના મામલે 25 થી 50 હજાર કરોડના કૌભાંડનો આરોપ
  • આંકડામા ફેરબદલ કરીને કૌભાંડ આચરાયુ હોવાનો આરોપ
  • વીમા કંપનીએ ખોટા આંકડાઓના આધારે વીમો ચૂકવ્યો: કોંગ્રેસ
  • સરકાર અને વીમા કંપનીઓની મિલીભગતથી કારસ્તાન: કોંગ્રેસ

પાક વીમા મુદ્દે કોંગ્રેસે ગંભીર આરોપો મુક્યા છે. પાક વીમાના મામલે 25 થી 50 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આંકડામા ફેરબદલ કરીને કૌભાંડ આચરાયુ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વીમા કંપનીએ ખોટા આંકડાઓના આધારે વીમો ચૂકવ્યો હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે. આ આખા કૌભાંડમાં સરકાર અને વીમા કંપનીઓની મિલીભગત હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ લગાવી રહી છે. 

શું કહે છે કોંગ્રેસ

ગાંધીનગરમાં અધિકારી આંકડામાં છેડછાડ કરે છે. RTI હેઠળ હિસાબ માંગ્યો છતાં જવાબ ન મળ્યો. પાક વિમામાં ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે. રાફેલ કરતા પાક વીમામાં મોટો ભ્રષ્ટાચાર થયો. પાક વીમામાં 25થી 50 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ. પાક વીમો નહિંવત આપવામાં આવે છે. 2 ગામના આંકડાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો. સરકાર વિમા કંપનીઓનો પક્ષ લઈ રહી છે. ખેડૂતો 91 ટકા સુધીના વીમાના હકદાર છે. ખેડૂતોને માત્ર 1 ટકાથી 20 ટકા સુધી જ વીમો મળ્યો છે. 


કોંગ્રેસના આરોપને સરળ રીતે સમજો

કોંગ્રેસનું કહેવું છે કે ખેડૂતોને પૂરતો પાકવીમો મળ્યો નથી. કોંગ્રેસના આરોપ છે કે વીમા કંપની-સરકારે ભેગા મળી કૌભાંડ કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ખેડૂતોના નાણાં વીમા કંપનીમાં ગયા છે. 

ક્રોપકટિંગ મુજબ પાકવીમો નથી ચુકવાયો

વીમા કંપનીએ ક્રોપકટિંગ મુજબ પાકવીમો ન ચૂકવ્યો. મેંદરડા તાલુકાના 2 ગામના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ક્રોપકટિંગ મુજબ અમરગઢ ગામને 91 ટકા વીમો મળવો જોઈએ, પરંતુ વીમા કંપનીએ માત્ર 1.80 ટકા જ વીમો ચૂકવ્યો છે. 

કેવી રીતે ગણાય ક્રોપકટિંગ

માની લો કે અમરગઢમાં એક વીઘાનું સેમ્પલ લઈએ તો નિયમ મુજબ એક વીઘામાં રૂ.10 હજાર વીમો મળવો જોઈએ. જ્યારે ખેડૂતને 10 હજારને બદલે માત્ર 1500 રૂપિયા જ મળ્યા છે, મતબલ કે કંપનીએ 8500 રૂપિયાનો ગોટાળો કર્યો કહેવાય. 

અમરગઢમાં જે ગોટાળો થયો તે રાજ્યમાં થયાનો આરોપ

આ આરોપને લઈ કોંગ્રેસે કરોડોના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આવી જ રીતે ગુજરાતના બીજા ભાગમાં થયું હોવાનો આરોપ છે. પાકવીમામાં 25થી 50 હજાર કરોડના કૌભાંડનો આરોપ છે. 

VTVએ ખેડૂતોને ક્રોપકટિંગ મામલે કર્યા હતા જાગૃત

VTVએ ખેડૂતોએ સાથે રહીને ક્રોપકટિંગ કરાવ્યું હતું. અધિકારીઓ-કંપનીની મીલીભગતથી કૌભાંડ આચરાયું

 

સંકળાયેલા મુદ્દાઓ

crop insurance scam કોંગ્રેસ ગુજરાત સરકાર પાક વીમો પાક વીમો કૌભાંડ ભાજપ Crop insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ