25 june in Gujarat New Corona Cases Update from all city
મહામારી /
ગુજરાતમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા કેસોની સંખ્યા 123 તો સંક્રમણથી 3 લોકોના મોત
Team VTV07:35 PM, 25 Jun 21
| Updated: 07:37 PM, 25 Jun 21
ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 123 નવા કેસ નોંધાયા તો 3 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 431 દર્દીઓ સાજા થયાં
ગુજરાતમાં ઘટ્યું કોરોના સંક્રમણ
ગત 24 કલાકમાં કોરોનાના 123 નવા કેસ નોંધાયા
આજે ગુજરાતમાં 431 દર્દીઓ સાજા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 123 નવા કેસ નોંધાયા છે, તો 3 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,045 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 431 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,08,849 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 38 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 4116 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 2,39,02,371 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 2,42,60,703 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 3,58,332 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 27 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 15 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 14 કેસ, જ્યારે ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 6 કેસ અને ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....