જો તમે પણ ઑનલાઇન ફંડ ટ્રાન્સફર કરો છો તો તમારા માટે સારા સમાચાર છે.
વાસ્તવમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)ને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો સીધો ફાયદો સામાન્ય જનતાને મળશે. જાણીએ આ અંગે શું છે નિર્ણય...
વાસ્તવમાં RBIએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)ની સુવિધા 7 દિવસ અને 24 કલાક કરી દેવાનો નિર્ણય કર્યો છ. જોકે આ નિર્ણય ડિસેમ્બરથી લાગૂ થશે. RBIને આશા છે કે, આ નિર્ણય લાગૂ થયા પછી દેશની પેમેન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ આવશે.
હાલમાં બીજા અને ચોથા શનિવાર સિવાય અન્ય દિવસોમાં સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર(NEFT)દ્વારા ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ સુવિધા દ્વારા એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે.
RBIએ જૂનની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં RTGS અને NEFT પર લેવાતો ચાર્જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. RBIના ડેટા અનુસાર, આ વર્ષે એપ્રિલમાં NEFT દ્વારા 20.34 કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતાં.
શું છે NEFT:
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સ્ફર(NEFT) એક સુવિધાજનક ઓનલાઇન મની ટ્રાન્સફર કરી શકો છો. જેના ઉપયોગથી તમે કોઇ પણ એકાઉન્ડ હોલ્ડરને રૂપિયા મોકલાવી શકો છે. જે રકમ ડિફર્ડ બેઝિઝ પર રિસિવરના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. એટલે કે રકમ મેળવનાર વ્યકિતના એકાઉન્ટમાં આ ફંડ ટ્રાન્સરફ કરવાનો સમય RBIની ગાઇડલાઇન અને સેટલમેન્ટ સ્લોટ અનુસાર થાય છે. આ ઑપ્શન અનુસાર ટ્રાન્સફર લીમીટ અલગ-અલગ બેંક મુજબ અલગ હોઇ શકે છે. સામાન્ય રીતે આ સેટલમેન્ટ સોમથી શુક્ર રજાના દિવસ છોડીને સવારે 8થી સાંજે 7 વચ્ચે થાય છે. જ્યારે શનિવારે સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી થાય છે. NEFT એવા લોકો માટે સુવિધાજનક છે જેઓ એક મોટી રકમ ટ્રાન્સફર કરવા માંગતા હોય.