2400 Crore Loss To Railways Due To Farmers Protest
નુકસાન /
ખેડૂત આંદોલનથી ભારતીય રેલ્વેને થયું મોટું નુકસાન, જાણો નુકસાનીનો આંક કેટલે પહોંચ્યો
Team VTV10:26 AM, 26 Dec 20
| Updated: 10:27 AM, 26 Dec 20
દેશભરમાં છેલ્લા 1 મહિનાથી કિસાન આંદોલન ચાલી રહ્યું છે. જેનો માર રેલ્વે વિભાગને સહન કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી કેટલાક રૂટ પર સદંતર બંઝ રહેલી સેવાઓના કારણે ભારતીય રેલ્વેને 2400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
એક મહિનાથી સતત ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન
ભારતીય રેલ્વેને થઈ ખેડૂત આંદોલનની મોટી અસર
રેલ્વેને થયું 2400 કરોડ રૂપિયાનું નુકસાન
ઉત્તર રેલ્વેના અધિકારીએ કહ્યું કે બ્યાસ અને અમૃસરની વચ્ચે રેલ્વેનો એક ભાગ અનેક દિવસોથી બંધ છે. તેનાથી ગાડીઓને ડાયવર્ટ કરવી પડે છે. આ રસ્તો લાંબો હોવાથી ટ્રેન ઓછી સંખ્યામાં ચલાવી શકાય છે.
પંજાબમાં 24 સપ્ટેમ્બરથી 24 નવેમ્બર સુધી રેલ્વે સેવાઓ હતી બંધ
ઉત્તર રેલ્વેના અધિકારી ગંગલના અનુસાર ખેડૂત આંદોલનના કારણે રેલ્વેને લગભગ 2400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગંગલે કહ્યું કે આંદોલનના કારણે 2 ટ્રેન રદ્દ થઈ છે અને 3ને અડધા રસ્તા સુધી જ ચલાવી શકાય છે. તો 7 ટ્રેનને માર્ગ પરિવર્તિત કરીને ચલાવવામાં આવે છે. આંદોલનના કારણે માલગાડીઓ પણ પ્રભાવિત થઈ છે. અધિકારીના જણાવ્યા અનુસાર 24 સપ્ટેમ્બરથી 24 નવેમ્બર સુધી પંજાબમાં ખેડૂતોના પ્રદર્શનના કારણે ટ્રેન સેવાઓ બંધ હતી.