24 commentators, including three Indians will give a commentary
વર્લ્ડકપ /
ત્રણ ભારતીય સહિત આ 24 દિગ્ગજ આપશે કોમેન્ટરી
Team VTV03:04 PM, 17 May 19
| Updated: 03:07 PM, 17 May 19
ઈંગ્લેન્ડમાં ૩૦ મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપ માટે આઇસીસીએ કોમેન્ટેટરની યાદી જાહેર કરવાની સાથે જ પોતાની બ્રોડકાસ્ટ રણનીતિ તૈયાર કરી લીધી છે. આઇસીસીએ ગઈ કાલે આ અંગેની જાણકારી આપી.
આ યાદીમાં ભારતમાંથી સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષ ભોગલેને સામેલ છે, જેમને કોમેન્ટરી પેનલમાં સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં યોજાયેલા ગત વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને પાંચમો ખિતાબ અપાવનારાે કેપ્ટન માઇકલ આ વખતે કોમેન્ટરી કરતો નજરે પડશે.
આ ઉપરાંત માઇકલ સ્લેટર, માર્ક નિકોલસ, નાસિર હુસેન, ઇયાન બિશપ, મેલેની જોન્સ, કુમાર સંગાકારા, માઇકલ આર્થટન, એલિસન મિશેલ, બ્રેન્ડન મેક્કુલમ, ગ્રીમ સ્મિથ, વસીમ અક્રમ, શોન પોલોક, માઇકલ હોલ્ડિંગ, ઈશા ગુહા, પોમી માંગ્વા, સાઇમન ડુલ, ઈયાન સ્મિથ, રમીઝ રાજા, અથરઅલી ખાન અને ઇયાન વોર્ડના નામ સામેલ છે.