બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 23 year old committee suicide failure in competitive exam
Khyati
Last Updated: 04:13 PM, 30 July 2022
ADVERTISEMENT
રાજ્યમાં લાખોની સંખ્યામાં યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા એવા પણ ઉદાહરણ છે જેઓ એક જ ટ્રાયલમાં પાસ થઇ જાય છે તો ઘણા એવા યુવાનો હોય છે કે ગમે તેટલીવાર નિષ્ફળ થાય તેમ છતાં પોતાના પ્રયાસો ચાલુ જ રાખે છે. પરંતુ ગોંડલના કમરકોટડા ગામના એક યુવકે હાર માની લીધી.
ADVERTISEMENT
સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થતા આપઘાત
23 વર્ષીય યુવક સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યો. ગોંડલના કમરકોટડા ગામનો જયેશ સરવૈયા નામના યુવકે આપઘાત કર્યો. સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થતા મોતને વ્હાલુ કર્યુ અને આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખીમાં જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થવાને કારણે સ્યુસાઇડ કર્યુ હોવાનું લખ્યુ હતું. ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી ફરી વળી છે.
સરકારી પદો ખાલી પડ્યા છે - રઘુ શર્મા
તો ગોંડલની આ ઘટના અંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપતા જણાવ્યું કે ગોંડલમાં દુ:ખદ બનાવ બન્યો છે. ગુજરાત કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરવા માગતુ નથી, પરંતુ કોંગ્રેસ બેરોજગારીનો મુદ્દો આક્રમકતાથી ઉઠાવી રહ્યું છે. વધુમાં તેમણે ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતમાં 14 પરીક્ષાના પેપર લીક થયા છે. આમ છતાં બોર્ડના કોઈ અધિકારી સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યારે અનેક સરકારી પદો ખાલી પડ્યા છે.જેમાં ગુજરાતના યુવાઓનો અધિકાર છે.
માત્ર ફેબ્રુઆરી સુધીમાં જ રાજ્યમાં 5 લાખ પદ ખાલી પડ્યા હતા. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ બેરોજગારીને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકારી નોકરીઓમાં મોટાભાગના પદો ખાલી છે. સરકાર આઉટસોર્સિંગ અને સીધી ભરતીના નામે નોકરીમાં ગેરરીતિ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.