વરસાદના નવા રાઉન્ડને પગલે આજે ગુજરાતમાં 225 તાલુકામાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં 225 તાલુકામાં મેઘમહેર
થરાદમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
લાખણીમાં 4 અને સુઈગામમાં 3.5 ઈંચ
ગુજરાતમાં વધુ એક વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે જેને લઈને રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઇ રહી છે.તેવામાં હવામાન વિભાગની આગાહીને લઈને આજે રાજ્યના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. જેમાં થરાદમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે લાખણીમાં 4 ઈંચ, સુઈગામમાં 3.5 ઈંચ વરસાદ કઠલાલ અને વડગામમાં 3-3 ઈંચથી વધુ વરસાદ પડયો હતો.
મહુધા, ડીસા અને અંજારમાં સવા બે ઈંચ
મેમદાવાદ, ખેરગામ, વાવ અને પાલનપુરમાં અઢી ઇંચ, ધાનેરા, મહુધા, ડીસા અને અંજારમાં સવા બે ઈંચ, સંતરામપુર, ભચાઉ, બાલાસિનોર, ડાંગ, આહવા અને ભુજમાં 2 ઈંચ, હાંસોટ, કડાણા, કપરાડા, સતલાસણા, વાવમાં 2.5 ઈંચ, પાલનપુર, ધાનેરા, ડીસા, અંજારમાં 2.25 ઈંચ વરસાદ પડયો હતો. તો સંતરામપુર, ભચાઉ, બાલાસનોર,ડાંગના આહવામાં, ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
165 તાલુકા વિસ્તારોમાં એક ઈંચ કરતા ઓછો વરસાદ
વધુમાં હાંસોટમાં, કડાણા, કપરાડા, સતલાસણા, દાંતિવાડામાં 1.75 ઈંચ વરસાદ પડયો હતો. તે જ રીતે મહેસાણામાં 1.5 ઈંચસિદ્ધપુર, ભાભર, ફતેપુરા,મેઘણજ, લુણાવાડા, સરસ્તવતી, દાંતા, ડભોઈ, કપડવંજ,વિસનગર,ધરમપુર, વાલીયા, ચોરાસી, વાંસદા, રાપર, હારીજ, પાવી જેતપુર, બોડેલી, ગલતેશ્વર, દહેગામ,સુબિર, વ્યારા, જોટાણામાં 1.25 ઈંચ વરસાદ ત્રાટક્યો હતો. ઉપરાંત માંગરોળ,મોડાસા, નવસારી, જલાલપોર, માંડવીમાં 1.25 ઈંચ પાણી વરસ્યુ હતું. તથા વાલોદ, નડીયાદ, દીયોદર, વઘઈમાં એક ઈંચ વરસાદ પડયો હતો અને કુલ, 165 તાલુકા વિસ્તારોમાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.
સારા વરસાદથી નદી-નાળા છલકાયા
મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વિરપુર, સરસણ, પાદેડી, ચુથાના મુવાડા, મંકોડીયા, સાદકડાણા અને સંતરામપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વધુમાં કાળીબેલમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો.વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
24 કલાક માટે અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.