રહસ્યમય મોત / સુરતમાં નવા વર્ષની ઉજવણી કરવા પ્રેમી-પ્રેમિકા હોટલમાં રાત્રે રોકાયા, સવારે એવી ઘટના બની કે હડકંપ મચી ગયો

22 Year Old Girl Mysterious Death hotel surat gujarat

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી એક હોટલમાં 22 વર્ષીય યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. પોતાના પ્રેમી સાથે હોટલમાં આવેલી યુવતી રાત્રે સુતા બાદ સવારે ઉઠી જ ન હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કરી હતી. યુવતીના મોત અંગે અનેક રહસ્યો ઘૂંટાઇ રહ્યા છે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતના રહસ્ય ઉપરથી પડદો ઉંચકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ