બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / 'લાલ બજરી'ના બાદશાહ રાફેલ નડાલે ટેનિસને કહ્યું અલવિદા, આ દિવસે રમશે છેલ્લી મેચ, શેર કર્યો વીડિયો
Last Updated: 04:06 PM, 10 October 2024
રાફેલ નડાલે ટેનિસમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેમણે 38 વર્ષની ઉંમરમાં પોતાની સૌથી ફેવરેટ ગેમને અલવિદા કહેવાનો નિર્ણય કરી લીધો છે. નડાલે પોતાના રિટાયરમેન્ટની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેમણે વીડિયો જાહેર કરતા બધા ફેંસનો ધન્યવાદ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નડાલે કહ્યું કે, "હું પ્રોફેશનલ ટેનિસથી રિટાયર થઈ રહ્યો છું. છેલ્લા થોડા વર્ષો ઘણી મુશ્કેલી વાળા રહ્યા છે. ખાસકરીને છેલ્લા 2 વર્ષ પડકાર ભર્યા રહ્યા. આ એક ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. પરંતુ જીવનમાં દરેક વસ્તુઓની શરૂઆત અને અંત થાય છે."
ADVERTISEMENT
ADVERTISEMENT
નવેમ્બરમાં થવા જઈ રહેલો ટેનિસ ટૂર્નામેન્ટ ડેવિસ કપ તેમની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. જે તેમના દેશ સ્પેનમાં જ રમાશે. આ ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડ્સ 19થી 24 નવેમ્બરની વચ્ચે રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.