બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 09:46 PM, 21 November 2019
ADVERTISEMENT
હકીકતમાં, જેઠાલાલ રાતે બાપુજીના રૂમમાં છુપાઈને ગયો અને બાપુજીની ઊંઘ ન ખુલે તે માટે રૂમની લાઈટ પણ ચાલુ કરી નહીં અને ગભરામણમાં તેનાથી બાપુજીના ચશ્મા તૂટી ગયા. એ જ સમયે બાપુજી અચાનક ઉઠી ગયા અને તેમને લાગ્યું કે રૂમમાં કોઈ ચોર ઘૂસી આવ્યો છે. બાપુજી બૂમો પાડવા લાગ્યા ત્યારે જેઠાલાલએ બાપુજીને જણાવ્યું કે રૂમમાં કોઈ ચોર નહીં પણ તે આવ્યો છે. બસ પછી બાપુજી જેઠાલાલની ક્લાસ લગાવવા લાઈટ ચાલુ કરવાનું કહ્યું અને ચશ્મા માગ્યા.
જ્યારે લાઈટ ચાલુ કરી તો જોયું કે બાપુજીના ચશ્મા જમીન પર તૂટેલા પડ્યા હતા. આ જોઈ જેઠાલાલના હોશ ઉડી ગયા. પછી શું જેઠાલાલએ બાપુજીને જણાવ્યું કે તેમના ચશ્મા તૂટી ગયા છે ત્યારે બાપુજીએ જેઠાલાલને તેમની સાથે જ રહેવાની સજા સંભળાવી.
ADVERTISEMENT
હવે આગામી એપિસોડમાં બાપુજી જેઠાલાલને ખૂબ પરેશાન કરતા દેખાશે. જેઠાને સવારે વહેલાં જાગવું પડશે અને બાપુજીની સાથે મોર્નિંગ વોક પર જવું પડશે. બગીચામાં બાપુજી સાથે ફરવું પડશે. જેઠાલાલ આ દરમિયાન કહેશે કે શું નસીબ છે મારા, કે મારે બાપુજી સાથે અહીં આવવું પડી રહ્યું છે. એ જ સમયે જેઠાજીને બગીચામાં બબીતાજી દેખાશે.
બબીતાજીને જોતાં જ જેઠાલાલ એક્સાઈટમેન્ટ રોકી નહીં શકે છે જોરથી બૂમ પાડી દેશે અને પછી બબીતાજીની પાછળ દોડવા લાગશે. બબીતાજી જોગિંગ કરવા આવી હશે. આ બધાની વચ્ચે જેઠાલાલ ભૂલી જશે કે તે બાપુજી સાથે તેમની ત્રીજી આંખ બનીને આવ્યો છે.
આ દરમિયાન ચંપક ચાચા મનમાં વિચારશે કે તેઓ જેઠાલાલને ત્રીજી આંખ બનાવીને સાથે લાવ્યા છે પણ અન્ય લોકો તેમને કહેશે કે તેમની ત્રીજી આંખ ભાગી ગઈ છે. આ સાંભળીને બાપુજી કેવું રિએક્ટ કરશે અને જેઠાલાલના કેવા હાલ થશે, આ બધું જોવાની મજા પડી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.