બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 21 lakh donation from Mai devotee of Rajasthan to Ambaji temple
Priyakant
Last Updated: 09:37 AM, 30 July 2022
ADVERTISEMENT
યાત્રાધામ અંબાજીમાં વધુ એક ભક્તે દાન કર્યાનું સામે આવ્યું છે. લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર અંબાજી મંદિરમાં અનેક વાર લોકો દાન કરતાં હોય છે. વિગતો મુજબ અંબાજી મંદિરમાં એક ભક્ત દ્વારા 21 લાખનું દાન કરવામાં આવ્યું છે. દાતાએ બનાસકાંઠા કલેક્ટરની હાજરીમાં 21 લાખનો ચેક અર્પણ કર્યો હતો. મહત્વનું છે કે અગાઉ એક ભક્ત દ્વારા અંબાજી મંદિરમાં સોનાના મુગટનું દઆન કરાયું હતું હતું.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા અંબાજી યાત્રાધામમાં વધુ એક ભક્તે દાન કર્યું છે. પ્રાથમિક વિગતો મુજબ રાજસ્થાનના એક ભક્ત દ્વારા મંદિરમાં 21 લાખનું દાન કરવામાં આવ્યું છે. રાજસ્થાનના દાતા દેવેન્દ્ર શર્માએ કલેકટરની હાજરીમાં 21 લાખનો ચેક અર્પણ કર્યો હતો.
ADVERTISEMENT
જુન મહિનામાં ભક્તે સોનાના મુગટનું કર્યું હતું દાન
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે હવે બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરને સોનાના મુગટનું દાન મળ્યું છે. યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર છે ત્યારે ભક્તો દ્વારા સોનાનું દાનનો અવિરત પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે.118.75 ગ્રામ આ મુકટનું વચન છે જેની કિમંત રૂપિયા 5 લાખ 52 હજાર છે. માં અંબાના અમદાવાદના ભક્તે સોનાના મુગટનું દાન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.