બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / લાઈફસ્ટાઈલ / બોલિવૂડ / 21 દિવસ બાદ પણ ફિલ્મ 'સ્ત્રી 2'ની કમાણી પહોંચી કરોડોમાં, ટોટલ કલેક્શન જાણીને ચોંકી જશો

મનોરંજન / 21 દિવસ બાદ પણ ફિલ્મ 'સ્ત્રી 2'ની કમાણી પહોંચી કરોડોમાં, ટોટલ કલેક્શન જાણીને ચોંકી જશો

Last Updated: 11:03 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stree 2 Movie Earnings Latest News : 'સ્ત્રી 2'ની સાથે જ્હોન અબ્રાહમની 'વેદ' અને અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' પણ તે જ દિવસે રિલીઝ થઈ હતી. પરંતુ આનાથી આ બંને ફિલ્મોની રમત બગડી છે

Stree 2 Movie Earnings : સ્ત્રી 2 ફિલ્મની કમાણી 21 દિવસ બાદ કરોડોમાં પહોંચી છે. વાસ્તવમાં અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત 'સ્ત્રી 2' ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જબરદસ્ત એક્ટિંગ લોકોને એટલી પસંદ આવી રહી છે કે દરેક તેમની જોડીના વખાણ કરતાં થાકતા નથી. પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાનાની કોમેડીએ પણ 'સ્ત્રી 2'માં પ્રાણ પૂર્યા. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેના ગીતો પણ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ હોરર કોમેડી ફિલ્મ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવી હતી અને આજે તેને રિલીઝ થયાને 21 દિવસ થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે બુધવાર માટે ફિલ્મના પ્રારંભિક આંકડા સામે આવ્યા છે.

શું 'સ્ત્રી 2' આજે રૂ. 500 કરોડને પાર કરશે?

'સ્ત્રી 2'માં સીરકટાનો કહેર પણ બોક્સ ઓફિસ પર તબાહી મચાવી રહ્યો છે. 'સ્ત્રી 2'ની સાથે જ્હોન અબ્રાહમની 'વેદ' અને અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' પણ તે જ દિવસે રિલીઝ થઈ હતી. પરંતુ આનાથી આ બંને ફિલ્મોની રમત બગડી છે. 'સ્ત્રી 2' એ આ બંને ફિલ્મોને કમાણીના મામલામાં માત આપી છે. 'સ્ત્રી 2' એ શરૂઆતના દિવસે 51.8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આવી સ્થિતિમાં હવે ફિલ્મના 21મા દિવસના આંકડા સામે આવ્યા છે.

એક અહેવાલ મુજબ, 'સ્ત્રી 2' એ બુધવારે 5.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 497.80 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તેની કમાણી વધુ સારી હશે.

વધુ વાંચો : કોણ છે આ હુસ્નની મલ્લિકા? જેને ટોપ એક્ટ્રેસ બનતા જ ધર્મ પરિવર્તન કરી દીધેલું, Photos જોઇ ફિદા થઇ જશો

'સ્ત્રી 2'નું દિવસ મુજબનું બોક્સ ઓફિસ કલેક્શન જુઓ

  • 0 દિવસ - 8.5 કરોડ
  • પહેલો દિવસ- 51.8 કરોડ
  • બીજો દિવસ - 31.4 કરોડ
  • ત્રીજો દિવસ- 43.85 કરોડ
  • ચોથો દિવસ- 55.9 કરોડ
  • 5 દિવસ- 38.1 કરોડ
  • 6 દિવસ- 25.8 કરોડ
  • 7 દિવસ - 19 કરોડ
  • 8 દિવસ- 16.8 કરોડ
  • 9 દિવસ- 17.5 કરોડ
  • 10 દિવસ- 33 કરોડ
  • 11 દિવસ- 42.4 કરોડ
  • 12 દિવસ- 18.5 કરોડ
  • 13 દિવસ- 11.75 કરોડ
  • 14 દિવસ- 9.75 કરોડ
  • 15 દિવસ- 8.5 કરોડ
  • 16 દિવસ- 8.5 કરોડ
  • 17 દિવસ- 16.5 કરોડ
  • 18 દિવસ- 22 કરોડ
  • 19 દિવસ- 6.75 કરોડ
  • 20 દિવસ- 5.5 કરોડ
  • 21 દિવસ- 5.50 કરોડ (પ્રારંભિક અહેવાલ)
  • કુલ - 497.80 કરોડ (પ્રારંભિક અહેવાલ)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stree 2 Movie Shraddha Kapoor Stree 2 Movie Earnings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ