બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:57 PM, 4 August 2024
Bharat Bandh: 21મી ઓગસ્ટે ભારત બંધની ચર્ચા ચાલી રહી છે. મનાઇ રહ્યુ છે તાજેતરમાં અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે ક્યા સંગઠનો બંધને સમર્થન આપશે અને કયા રાજ્યોમાં તેની અસર થશે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા X પર ભારત બંધને લઇ ચર્ચા ચાલી રહી છે. 21 ઓગસ્ટ, 2024 ના ભારત બંધનું એલાન કરાયું છે? સોશિયલ મીડિયા X અનુસાર ‘#21_August_Bharat_Band’ ટ્રેન્ડમાં છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર બહુજન સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું છે. તેની પાછળનું કારણ અનામત પર સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં શું કહ્યું?
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 1 ઓગસ્ટના અનામત પર મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટએ રાજ્યોને SC અને ST માં પેટા-શ્રેણી બનાવવાની મંજૂરી આપી. બેન્ચે કહ્યું હતું કે, 'જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે તેમને આરક્ષણમાં પ્રાથમિકતા મળવી જોઈએ.'
સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધ?
હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના વિરોધમાં ભારત બંધની ચર્ચા છે. કથિત રીતે સેના દ્વારા પણ બંધનું એલાન અપાયું હોવાના અહેવાલ છે. દાવો કરવામાં આવ્યો છે કે વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો બંધને સમર્થન આપી શકે છે. ભારત બંધનો મુખ્ય ઉદ્દેશ્ય અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના ન્યાયને પ્રકાશિત કરવાનો અને તેને પાછો ખેંચવાની માંગ કરવાનો છે.
વધું વાંચોઃ 'ગંભીર લાંબા સમય સુધી નહીં ટકી શકે..' વર્લ્ડ કપ વિનર ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન, કારણ પણ ટાંક્યું
ગત વખતે ખેડૂતોએ આપ્યુ હતુ ભારત બંધ
ખેડૂતોએ ફેબ્રુઆરી 2024માં ભારત બંધનું આહ્વાન કર્યું હતું. ખેડૂત સંગઠનોએ 16 ફેબ્રુઆરીએ તેમની માંગણીઓને લઇ ભારત બંધનું એલાન આપ્યું હતું. જો કે આ બંધની દેશના મોટાભાગના ભાગોમાં અસર થઈ ન હતી. જો કે પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલનને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
ભારત બંધ દરમિયાન શું બંધ છે અને શું ચાલુ ?
ભારત બંધ દરમિયાન ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. એમ્બ્યુલન્સને મંજૂરી હોય છે. હોસ્પિટલો અને તબીબી સેવાઓ ચાલુ રહે છે. જાહેર પરિવહન બંધ રહે છે. ખાનગી ઓફિસો પણ બંધ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.