બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 11:10 AM, 24 February 2023
ADVERTISEMENT
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ આજે યૂક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. બંને દેશોનાં સૈનિકોને યુદ્ધ લડતાં એકવર્ષનો સમય વીતી ગયો છે. આ દરમિયાન લાખો લોકોનું મોત, અરબો ડોલરનું નુક્સાન અને આર્થિક પ્રતિબંધોનો દાવો કરવામાં આવ્યો છે. યૂક્રેનનું રક્ષા બજેટ 30 બિલિયન અમેરિકી ડોલરનો છે. જ્યારે રશિયાનો 82.6 બિલિયન ડોલર છે. યૂક્રેનમાં સક્રિય સૈનિકોની સંખ્યા 3 લાખ જેટલી છે જ્યારે રશિયામાં આંકડો 8,30,900ને પાર છે. પરંતુ આ યુદ્ધનો અંત શું?
રશિયા અને યૂક્રેનની સૈન્ય ક્ષમતા
આંકડાઓ અનુસાર યૂક્રેન સૈન્ય ક્ષમતાનાં મામલામાં રશિયાથી ઘણું પાછળ છે. DWની એક રિપોર્ટમાં ગ્લોબસ ફાયરપૉવર 2023 મિલિટ્રી સ્ટ્રેંથ રેન્કિંગ, વર્લ્ડ ડાયરેક્ટરી ઑફ મોર્ડન એરક્રાફ્ટનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યૂક્રેનનો રક્ષા બજેટ 30 બિલિયન અમેરિકી ડોલર છે જ્યારે રશિયાનો 81,6 બિલિયન ડોલરનો છે. યૂક્રેનમાં સક્રિય સૈનિકોની સંખ્યા 2 લાખ છે જ્યારે આ આંકડો 8,30,900 છે.
ADVERTISEMENT
રશિયા છે વધુ બળવાન...
યૂક્રેનની પાસે 50 હજાર અર્ધસૈનિક બળ છે પરંતુ રશિયા પાસે 2.5 લાખ છે. આ સિવાય જો સમુદ્ર અને આકાશમાંની સૈન્ય ક્ષમતાની વાત કરીએ તો રશિયા પાસે 4 હજારથી વધારે વિમાન છે તો યૂક્રેન પાસે માત્ર 312 છે. યૂક્રેનની સેનામાં 1890 તોપ છે પરંતુ રશિયા પાસે 12000 !
3 લાખ સૈનિકો ઘાયલ
અનુમાન અનુસાર 3 લાખ સૈનિકો આ યુદ્ધ દરમિયાન ઘાયલ થયાં છે. રશિયાનાં પક્ષમાં 2 લાખ સૈનિકો ઈજાગ્રસ્ત થયા હોઈ શકે છે જેમાંથી અંદાજિત 60 હજાર સૈનિકોનું મૃત્યુ થયું છે. જ્યારે યૂક્રેનમાં ઘાયલ સૈનિકોનો આંકડો 1 લાખને પાર માનવામાં આવી રહ્યો છે.
2023માં શું યૂક્રેનનાં જીતવાની સંભાવના?
યૂનાઈટેડ સ્ટેટ્સ આર્મી યૂરોપનાં પૂર્વ કમાંડિંગ જનરલ બેન હોજેસનું કહેવું છે કે 2023માં યૂક્રેન આ યુદ્ધ જીતી શકે છે. તેમણે કહ્યું કે 'ઠંડીમાં સ્થિતિ ધીમી રહેશે પરંતુ યૂક્રેની બળ રશિયાની સરખામણીએ તેજીથી આગળ વધશે તેમાં શંકાને સ્થાન નથી.' તેઓ તેનું કારણ બ્રિટન, કેનેડા અને જર્મનીથી આવનારાં ઉપકરણો જણાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.