પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ષ 2023ની પહેલી 'મન કી બાત' કરી રહ્યાં છે. આજે મન કી બાતનું 97માં સંસ્કરણ થયું છે.
આજે મન કી બાતનું 97માં સંસ્કરણ
ગણતંત્ર દિવસ અને લોકતાંત્રિક દેશ પર PM બોલ્યાં
ઈ-વેસ્ટ બની શકે છે સર્ક્યુલર ઈકોનોમીની શક્તિ-PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 2023ની પહેલી મન કી બાત કરી રહ્યાં છે. પીએમ મોદીએ 97માં સંસ્કરણમાં કહ્યું કે ગણતંત્ર દિવસ સમારોહનાં અનેક પાસાઓની પ્રશંસા થઈ રહી છે. 26 જાન્યુઆરી પરેડ દરમિયાન કર્તવ્ય પથનું નિર્માણ કરનારાં શ્રમિકોને જોઈને ઘણું સારૂં લાગ્યું. આ પરેડમાં પહેલીવખત ભાગ લેનારી મહિલા ઊંટ સવાર અને CRPFની મહિલા ટૂકડીનાં પણ વખાણ થઈ રહ્યાં છે.
'ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે '
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને આપણે ભારતીયોએ આ વાતનો ગર્વ પણ છે કે આપણો દેશ લોકતંત્રની જનની પણ છે. લોકતંત્ર આપણાં આપણી નસોમાં છે , આપણી સંસ્કૃતિમાં છે. સદીઓથી આપણાં કામકાજનો પણ એક અભિન્ન હિસ્સો રહ્યો છે. સ્વભાવથી આપણે એક લોકતાંત્રિત સમાજ છીએ.
Whenever someone replaces their old device, it becomes necessary to keep in mind whether it is discarded properly or not. If E-Waste is not disposed, it can also harm our environment. If done carefully, it can become a great force in Circular Economy of Recycle and Reuse: PM Modi pic.twitter.com/MWOV89I6X5
ઈ-વેસ્ટ બની શકે છે સર્ક્યુલર ઈકોનોમીની શક્તિ
પીએમએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દરવર્ષે 50 મિલિયન ટન ઈ-વેસ્ટ ફેંકવામાં આવે છે. આ ઈ-વેસ્ટથી અલગ-અલગ પ્રક્રિયાઓની મદદથી આશરે 17 પ્રકારની કિંમતી ધાતુઓ મેળવી શકાય છે. જ્યારે પણ કોઈ પોતાના જૂનાં ડિવાઈઝને રિપ્લેસ કરે છે ત્યારે ધ્યાન રાખ્વું જરૂરી છે કે તેને યોગ્ય રીતે ડિસ્પોઝ કરવામાં આવે છે કે નહીં. જો ઈ-વેસ્ટને યોગ્ય રીતે ડિસ્પોઝ ન કરાયું તો આપણાં પર્યાવરણને નુક્સાન પણ પહોંચી શકે છે. જો સાવધાનીપૂર્વક કરવામાં આવે તો રિસાઈકલ અને રિયૂઝની સર્ક્યુલર ઈકોનોમીમાં શક્તિ વધી શકે છે.
PM Modi addresses first 'Mann Ki Baat' of 2023, urges citizens to read about 'Padma' awardees
આદિવાસી સમાજ પર PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પદ્મ પુરસ્કારનાં વિજેતાઓની એક મોટી સંખ્યા આદિવાસી સમુદાય અને આદિવાસી સમાજથી જોડાયેલા લોકોથી આવે છે. આદિવાસી જીવન શહેરી જીવનથી ઘણું અલગ છે. અને તેના અલગ જ પડકારો પણ છે. આ બધું હોવા છતાં આદિવાસી સમાજ પોતાની પરંપરાઓને બચાવવા માટે હંમેશા ઉત્સુક રહે છે. પીએમ મોદીએ કહ્યું કે જનજાતીય સમુદાયથી જોડાયેલી વસ્તુઓનાં સંરક્ષણ અને તેના પર શોધનાં પ્રયાસો પણ થાય છે. તેવામાં ટોટો, હો, કુઈ, કુવી અને માંડા જેવી જનજાતીય ભાષાઓ પર કામ કરનારા અનેક મહાનુભાવોને પદ્મ પુરસ્કાર મળે છે. આ આપણાં સૌ માટે ગર્વની વાત છે.