2022 Indian National Congress presidential election latest news
ચૂંટણી /
કોંગ્રેસ માટે આજનો દિવસ ઐતિહાસિક: જામશે ખરાખરીનો જંગ, કોણ બનશે અધ્યક્ષ? જાણો મતદાનથી લઈને કાઉન્ટિંગ સુધીની તમામ વિગત
Team VTV08:46 AM, 17 Oct 22
| Updated: 09:01 AM, 17 Oct 22
કોંગ્રેસ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. કારણ કે 137 વર્ષના ઈતિહાસમાં આજે છઠ્ઠી વખત 21 વર્ષ બાદ અધ્યક્ષ પદની ચૂંટણી યોજાશે. જેમાં થરૂર-ખડગે વચ્ચે જામશે ખરાખરીનો ખેલ.
આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ (Congress President) ની ચૂંટણી
21 વર્ષ બાદ આજે યોજાશે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી
અગાઉ છેલ્લે વર્ષમાં 2000માં યોજાઇ હતી અધ્યક્ષ પદની ચૂંટણી
કોંગ્રેસ અધ્યક્ષ પદ (Congress President) ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 137 વર્ષના ઈતિહાસમાં આજે છઠ્ઠી વખત પાર્ટીના અધ્યક્ષ પદ માટે જોરદાર મુકાબલો થવા જઇ રહ્યો છે. ત્યારે આ વખતે આ જંગમાં બે દાવેદાર છે, જેમાં એક છે શશિ થરૂર (Shashi Tharoor) અને બીજા છે મલ્લિકાર્જુન ખડગે (mallikarjun Kharge).
Congress to vote to elect its next president today
Visuals from the residence of Congress presidential candidate Shashi Tharoor in Thiruvananthapuram, Kerala pic.twitter.com/4mQ6sarfZj
ગાંધી પરિવાર સાથેના ગાઢ સંબંધોના કારણે ખડગેને પસંદગીના ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે. મોટાભાગના નેતાઓ પણ તેમના સમર્થનમાં છે. ભલે ચૂંટણી પ્રચાર દરમ્યાન શશિ થરૂરે સમાન તકો ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હોય પરંતુ બંને ઉમેદવારો અને પક્ષના નેતાઓ એ વાત પર સહમત જરૂરથી થયા છે કે આ ચૂંટણીને લઈને ગાંધી પરિવાર તટસ્થ અને નિષ્પક્ષ છે.
Congress Party to vote today to elect its next president. Senior party leaders Mallikarjun Kharge and Shashi Tharoor are in the fray.
The counting of votes and declaration of results will take place in Delhi on October 19.
આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણીને લઇ તમામ રાજ્યના કોંગ્રેસ કાર્યાલય પર બેલેટ પેપરથી મતદાન થશે. જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું છે. સવારના 10થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. ગુજરાતમાં કોંગ્રેસના કુલ 408 મતદારો નોંધાયેલા છે. અધ્યક્ષ પદ માટેની રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર સામેલ છે. જેમાંથી કોઈ એક ટૂંક સમયમાં ચૂંટણીના માધ્યમથી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. ગુજરાતના ચૂંટણી PRO શોભા ઓઝાએ મતદાન પ્રક્રિયા અંગે જણાવતા કહ્યું કે, 'મતદારોનું મત સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. 19 ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.'
ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં પ્રમુખ પદ માટે કોનું પલ્લું ભારે છે, કોણ ચૂંટણીમાં બાજી મારી શકે છે? કેટલા મતદાન મથકોમાં ચૂંટણી યોજાશે? કેટલા લોકો મતદાન કરશે? ક્યારે પરિણામ આવશે? ત્યારે અહીં જોઇશું કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લગતા તમામ સવાલના જવાબ…
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં આજે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી જંગ ખેલાશે. કોંગ્રેસમાં 21 વર્ષ બાદ નહેરુ-ગાંધી પરિવારની બહારના કોઈને પસંદ કરવામાં આવશે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCC) ના 9000થી વધુ પ્રતિનિધિઓ ગુપ્ત મતદાન દ્વારા પક્ષના નવા પ્રમુખની પસંદગી કરશે. એટલે કે કોણે કોને મત આપ્યો અને કયા રાજ્યમાંથી ઉમેદવારને કેટલા મત મળ્યા તે નહીં જાણી શકાય.
પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે દેશભરની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના 9 હજારથી વધુ પ્રતિનિધિઓ 65 મતદાન મથકો પર ગુપ્ત મતદાન કરશે. પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત અધ્યક્ષ પદની ચૂંટણી થઈ રહી છે.
પાર્ટીના આ ઉચ્ચ પદ માટે છેલ્લી ચૂંટણી લડાઈ વર્ષ 2000માં થઇ હતી કે જ્યારે જિતેન્દ્ર પ્રસાદને સોનિયા ગાંધીના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઇએ કે, અધ્યક્ષ પદ માટે અગાઉ 1939, 1950, 1977, 1997 અને 2000માં ચૂંટણી યોજાઈ હતી.
કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના વડા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, તમામ રાજ્યોના પ્રતિનિધિઓ પોતપોતાના મતદાન મથકો પર 'ટિક' ચિન્હ સાથે મતદાન કરશે જે ઉમેદવારને તેઓ સમર્થન આપે છે. મતદાન બાદ મતપેટીઓને ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં સીલ કરવામાં આવશે અને ત્યાર બાદ સંબંધિત રાજ્યોના રિટર્નિંગ ઓફિસર આ બોક્સ લઈને દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય પહોંચશે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેનું ચૂંટણી પરિણામ 19મી ઓક્ટોબરે આવશે. કારણ કે આ દિવસે મત ગણતરી યોજાશે. મતગણતરી પહેલા ઉમેદવારોની હાજરીમાં બેલેટ બોક્સના સીલ ખોલવામાં આવશે અને તમામ બેલેટ પેપરનું મિશ્રણ કરવામાં આવશે. કોંગ્રેસ મુખ્યાલયમાં જ એક સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં મતપેટીઓ રાખવામાં આવશે.
પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા AICC મુખ્યાલયમાં જ મતદાન કરે તેવી અપેક્ષા છે. જ્યારે રાહુલ ગાંધી કર્ણાટકના સંગનાકલ્લુમાં 'ભારત જોડો યાત્રા' કેમ્પમાં મતદાન કરશે.
કોઈપણ AICC મહાસચિવ અથવા તો રાજ્ય પ્રભારી, સચિવો અને સંયુક્ત સચિવોને તેમને સોંપવામાં આવેલા રાજ્યમાં મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મત ગણતરી શરૂ થાય એ પહેલાં બેલેટ પેપરને મિશ્રિત કરવામાં આવશે, જેથી કોઈને ખબર ન પડે કે કોઈ ચોક્કસ રાજ્યમાંથી ઉમેદવારને કેટલા મત મળ્યા છે.