2022 budget now tax payers can update itr till two years with penalty
Budget 2022 /
ટેક્સ પર સૌથી મોટી સમસ્યામાં હવે NO ટેન્શન! મોદી સરકારે બજેટમાં કર્યું મોટું એલાન
Team VTV01:48 PM, 01 Feb 22
| Updated: 01:58 PM, 01 Feb 22
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ હતું. જેમાં આવકવેરાના નિયમો પર નિર્મલા સીતારમણે કહ્યું કે આવકવેરાના નિયમોમાં મોટા સુધારા કરવામાં આવશે.
દંડ ભરીને 2 વર્ષ પહેલાના IT રિટર્ન અપડેટ કરી શકશે
નાણાપ્રધાને દિવ્યાંગો માટે ટેક્સમાં રાહતની પણ દરખાસ્ત કરી હતી
નાણામંત્રીએ ડિજિટલ કરન્સી લાવવાની પણ જાહેરાત કરી હતી
वर्चुअल डिजिटल एसेट के ट्रांसफर से होने वाली किसी भी आय पर 30% की दर से टैक्स लगाया जाएगा: केंद्रीय वित्त मंत्री निर्मला pic.twitter.com/rLo0q5AFgL
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું છે. અત્યાર સુધીના બજેટ ભાષણમાં નાણામંત્રીએ ખેડૂતો અને વિદ્યાર્થીઓને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે. આવકવેરાના નિયમો પર નિર્મલા સીતારમણે કહ્યું કે આવકવેરાના નિયમોમાં મોટા સુધારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે કરદાતાને અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની તક મળશે. બજેટથી મજૂર વર્ગ ફરી એકવાર નિરાશ થયો છે. નાણામંત્રી દ્વારા આવકવેરાની બેઝિક મુક્તિ પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે આ વર્ષે પણ આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી.
કરદાતાઓ માટે સારી શરૂઆત
નાણામંત્રી દ્વારા કરાયેલી જાહેરાત બાદ હવે તમે દંડ ભરીને 2 વર્ષ માટે IT રિટર્ન અપડેટ કરી શકશો. ઘણી વખત કરદાતા ભૂલ કરે છે, હવે સરકારને તેને અપડેટ કરવાની તક મળશે. કરદાતાઓ માટે આ એક સારી શરૂઆત માનવામાં આવે છે. આ ઉપરાંત નાણામંત્રીએ દિવ્યાંગો માટે ટેક્સમાં રાહતનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો.આ પહેલા નાણામંત્રીએ ભારતીય રિઝર્વ બેંક તરફથી ડિજિટલ કરન્સી લાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી આવશે. આ સિવાય નાણામંત્રીએ કેટલીક અન્ય જાહેરાતો કરી...
- કેન્દ્રની સમકક્ષ રાજ્યના કર્મચારીઓ માટે NPS મુક્તિ
- સ્ટાર્ટઅપ માટે કર મુક્તિ 31 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે
- વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ટ્રાન્સફર પર 30% ટેક્સ
- ક્રિપ્ટો ગિફ્ટ કરવા પર પણ ટેક્સ લાગશે
- ક્રિપ્ટો ટ્રાન્સફર પર ટેક્સ
- LTCG પર સરચાર્જ 15% સુધી મર્યાદિત રહેશે