Piaggio એ અત્યાર સુધીમાં સૌથી પાવરફૂલ વેસ્પા સ્કૂટર 2019 Vespa GTS 300 લોન્ચ કરી દીધુ છે. Vespa GTS 300ને ગત વર્ષે ઇટાલીના મિલાનમાં યોજાયેલા EICMA મોટરસાઈકલ શોમાં રજૂ કરાયું હતું. કંપનીએ આ દમદાર સ્કૂટર હાલમાં યૂરોપના માર્કેટમાં લોન્ચ કર્યુ છે.
નવી વેસ્પા સ્કૂટરમાં 278cc સિંગલ-સિલિન્ડર એન્જિન અપાયુ છે જે 23.8 બીએચપીનો પાવર અને 26 એનએમ ટોર્ક જનરેટ કરે છે. પાવરના મામલામાં તે રોયલ એનફીલ્ડ બુલેટથી પણ વધારે પાવરફૂલ છે. બુલેટમાં 346ccનું એન્જિન છે જે 19.8 બીએચપીનો પાવર અને 28 એનએમ ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવુ છે કે પહેલાની સરખામણીએ નવા સ્કૂટરનું પરફૉર્મન્સ વધવા છતાં તેની માઇલેજ પણ પહેલાથી સારી છે. સ્કૂટરમાં સ્ટાન્ડર્ડ ટ્રેક્શન કંટ્રોલ અપાયો છે.
નવા Vespa GTS 300ની સ્ટાઇલિંગ પણ હળવો ફેરફાર કરાયો છે. તેની નવી LED હાઇલાઇટ અને નવી સીટ ડિઝાઇન છે. સ્કૂટરના અંડરસીટ સ્ટોરેજમાં બે ઓપન ફેસ- હેલમેટ (સામેની બાજુ ખુલે તેવા) સરળતાથી રાખી શકાય છે. તેમાં એક USB ચાર્જિગ પોઇન્ટ પણ છે. સ્કૂટરમાં હવે બ્લૂટૂથના માધ્યમથી સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા છે.
બાઇક ફાઉન્ડર એપની મદદથી ભીડવાળા પાર્કિંગમાં આ સ્કૂટર સરળતાથી શોધી શકાય છે. તેમાં સેમી ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ પેનલ અપાય છે. જોકે ભારતમાં તેના લોન્ચિંગ લઇને કંપનીએ કોઇ જાણકારી આપી નથી. ભારતમાં તેની કિંમત 4-5 લાખ રૂપિયાની વચ્ચે હોઇ શકે છે.