મારૂતિ સુઝુકી પોતાની નવી અલ્ટો 800ને ફરી લાવી છે. તાજેતરમાં જ અલ્ટોનું 800નું પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત કરી હતી. નવી અલ્ટો 800માં ખાસ વાત એ રહી કે હવે તમને બીએસ6 નોર્મ્સવાળુ એન્જિન મળશે. જે ઉપરાંત તેમાં નવા સેફ્ટી ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. મારૂતિના 3 વેરિન્ટ ઉતારવામાં આવ્યા છે. જેની કિંમત 2.93 લાખથી શરૂ થઇને 3.71 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) સુધી જાય છે. જૂની અલ્ટોની કિંમત 2.67 લાખ રૂપિયાથી શરૂ થતી હતી.
નવી અલ્ટોની ડિઝાઈનમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં નવી ડિઝાઇનમાં બમ્પર અને સાઇડ ફેન્ડર આપવામાં આવ્યા છે. ભારતમાં ડેશબોર્ડનું ડિઝાઇન પણ નવું આપવામાં આવ્યુ છે. ડેશબોર્ડ અને સીન બંને ડ્યૂઅલ ટોન કલર થીમ આપવામાં આવી હતી. જોકે રેનો ડસ્ટરની જેમ એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોથી સજ્જ ટચસ્ક્રીન ઈન્ફોટેઈન્મેન્ટ મળશે. જોકે, મારૂતિની બ્લૂટૂથથી સજ્જ સ્માર્ટ પ્લે ડોક આપવામાં આવ્યું છે. જેમાં તમે સ્માર્ટ ફોનને લગાવીને તેને કારના ટચસ્ક્રીનથી જેમ ઉપયોગ કરી શકો છો.
નવી અલ્ટો 800 સ્પેસિફિકેશન મામલે જૂની કારની જેમ જ છે. જેમાં તમને 796 સીસીનું F8D 3 સિલિન્ડર એન્જિન મળશે. જે 69 એનએમ ટોર્ક સાથે 47 બીએચપીનો પાવર આપે છે. સીએનજી અને પેટ્રોલ વેરિયન્ટમાં આવતી આ કારમાં પાંચ સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે. આ કાર 22.05 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે.
ઘણા સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યાં છે. નવી અલ્ટોમાં એબીએસ-ઈબીડી, ડ્રાઈવર એરબેગ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ એલર્ટ, બેલ્ટ રિમાઈન્ડર જેવા ફીચર્સ મળશે. ટોપ વેરિયન્ટમાં કીલેસ એન્ટ્રીનું ઓપ્શન મળશે. જ્યાં સુધી એન્જિનની વાત છે તો બીએસ6 એન્જિનમાં હાર્ડવેર અને સોફ્ટવરે લેવલ અનેક બદલાવ કરવામાં આવ્યા છે. ખાસતો એક્ઝોસ્ટ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે. એવો દાવો છે કે બીએસ6 એન્જીનથી નાઈટ્રોજન ઓક્સાઈડ્સમાં 25 % સુધીનો ઘટાડો થયો છે. હાલ તેના સીએનજી અને એએમટી વેરિયન્ટ ઉતારવામાં આવ્યા નથી.