ભારતમાં શરૂ થઈ 2018 KAWASAKI NINJA ZX-10Rની બુકિંગ...

By : kaushal 02:50 PM, 13 June 2018 | Updated : 02:52 PM, 13 June 2018
2018 KAWASAKI NINJA ZX-10R સુપરબાઈકની બુકિંગ ભારતમાં ઓફિશ્યિલી શરૂ થઈ ગયુ છે. બાઈકનું મિનિમમ બુકિંગ અમાઉન્ટ 3 લાખ રૂપિયા છે અને આ ભારતમાં કોઈ પણ કાવાસાકી ડીલરશીપ પર બુક કરાવી શકાશે. આશા રાખવામાં આવે છે કે આ બાઈક જૂન 2018ના અંત સુધી કે જુલાઈના બીજા અઠવાડિયા સુધીમાં લોન્ચ કરવામાં આવેશે.

ZX-10R કંપ્લીટ બિલ્ટ યુનિટ(CBU)ના બદલે પુણેના ચાકણ પ્લાન્ટમાં બનશે અને તેના કેટલાક પાર્ટ્સ જાપાનથી ઈમ્પોર્ટ કરવામાં આવશે. આ બાઈક સુપરબાઈક લવર્સ વચ્ચે ઘણી લોકપ્રિય છે. કંપ્લીટલી નોક્ડ ડાઉન(CKD) એસેમ્બલ હોવાના કારણે તેની કિંમત ઘણી ઓછી હશે.

KAWASAKI NINJA ZX-10Rમાં 998CC, લિક્વિડ કુલ્ડ, ઈનલાઈન-ફોર સિલિન્ડર એન્જીન છે જેમાં 197PS અને 114M નો પાવર મળશે. જેની કિંમત 18 લાખ એક્સ-શોરૂમ (દિલ્હી) સુધી હોવાનો અંદાજો છે. Recent Story

Popular Story