બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2010 the initiative stopped renewing licenses

અમદાવાદ / લોકોને ટેન્શન RTOના ગલ્લાતલ્લાં.! 2010 પહેલાના લાઈસન્સ રિન્યૂઅલ થતાં અટકી ગયા, `સારથિ'ને શું થયું?

Dinesh

Last Updated: 11:25 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાહન વ્યવહાર વિભાગની વેબસાઈટ જૂના ડેટા સ્વીકારતી નથી આથી 2010 પહેલાના ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યૂઅલની કામગીરી અટવાઈ ગઈ છે

  • `સારથિ'ને શું થયું?, 2010 પહેલાનો ડેટા ક્યાં ગયો!
  • લાઇસન્સ રિન્યૂ થતાં નથી, અરજદારો પરેશાન અને RTO ચૂપ
  • ઓનલાઈન ગૂંચ નહી ઊકેલાઈ તો જૂના લાઈસન્સ ધારકોને મુશ્કેલી વધશે


આજે આપણો દેશમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ થઈ ગયા છે. મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. પરંતુ કેટલીક સેવાઓમાં ટેકનિકલ ખામીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી RTOમાં અરજદાર લાઇસન્સ વિષયક કામો પોતાના ઘરે બેઠા કરાવી શકતો હતો. પરંતુ  છેલ્લા કેટલાય દિવસથી આ વેબસાઈટ પર 2010 પહેલાના લાઈસન્સ રિન્યૂઅલ થતાં અટકી ગયા છે. 

2010 પહેલના લાઈસન્સ રિન્યૂઅલ થતાં અટકી ગયા 
દેશમાં મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. પરંતુ કેટલીક સેવાઓમાં ટેકનિકલ ખામીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક નેટ કનેક્ટિવિટીનાં ધાંધિયા તો ક્યારેક સોફ્ટવેર કામ આપતા બંધ થઈ જવા જેવી ઘટનાઓ નાગરિકોની મુસીબત વધારી રહી છે. RTOની વેબસાઈટનું હોમ પેજ જેમાં અત્યાર સુધી ફેસલેસ સુવિધા ચાલતી હતી એટલે કે, અરજદાર લાઇસન્સ વિષયક કામો પોતાના ઘરે બેઠા કરાવી શકતો હતો. પરંતુ  છેલ્લા કેટલાય દિવસથી આ વેબસાઈટ પર 2010 પહેલના લાઈસન્સ રિન્યૂઅલ થતાં અટકી ગયા છે. જેના કારણે લાઈસન્સ રિન્યૂઅલની કામગીરી અટવાઈ ગઈ છે.

ફરી જટિલપ્રકિયામાંથી પસાર થવું પડશે?
આમ,વાહન વ્યવહાર વિભાગની વેબસાઈટ જૂના ડેટા સ્વીકારતી નથી આથી 2010 પહેલાના ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યૂઅલની કામગીરી અટવાઈ ગઈ છે, જેના કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે, અરજદારો આરટીઓ કચેરીમાં જાય છે તો ત્યાંથી પણ સંતોષકારક જવાબ મળતા નથી. લાઈસન્સના કામ માટે અરજદારોની મદદ કરતાં એક નાગરિકનું કહેવું છે કે, જો આ ઓનલાઈન ગૂંચ નહી ઊકેલાઈ તો જૂના લાઈસન્સ ધારકોને લાઈસન્સ માટેની આખી જટીલ પ્રકિયામાંથી પસાર થવું પડશે

 RTO નાગરિકોના હિતમાં આ સમસ્યાનું કેવી રીતે નિવારણ લાવે?
આરટીઓની વેબસાઈટ પર બેકલોગ લાઈસન્સની ઓનલાઈન કામગીરી અટકી પડી છે. તો બીજી તરફ અમદાવાદ આરટીઓ આ મુદ્દે મીડિયા સામે બોલવા તૈયાર નથી. બધાનું એક જ રટણ છે કે, રાજ્યભરમાં એક સરખી સમસ્યા છે. ત્યારે હવે અરજદારોને લાઇસન્સ રિન્યૂ માટે હજારથી પંદરસો રૂપિયા સુધીનો આર્થિક ફટકો પડે તેવી દહેશત ઊભી થઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે, RTO નાગરિકોના હિતમાં આ સમસ્યાનું કેવી રીતે નિવારણ લાવે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Licensing Procedure Rto Ahmedabad renewing licenses લાઇસન્સ પ્રક્રિયા લાઇસન્સ રિન્યૂમાં હાલાકી Ahmedabad RTO license
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ