AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. 30-9-2023 સુધી 2000ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકાશે
AMCની રેવન્યુ કમિટીમાં લેવાયો મહત્વનો નિર્ણય
2000ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકાશે
30-9-2023 સુધી 2000ની નોટથી ભરી શકાશે ટેક્ષ
દેશભરમાં 23 મે અને સોમવારથી 2000 રૂપિયાની નોટ બદલવાની શરૂઆત થઈ છે. બેંકો ખુલતાની સાથે જ લોકો બેંકોની શાખામાં જઈને તેમની પાસે ઉપલબ્ધ 2000 રૂપિયાની નોટ બદલાવી રહ્યા છે. ત્યારે રિઝર્વ બેંક (RBI)એ નોટો બદલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જો કે 30 સપ્ટેમ્બર સુધી નોટ બદલાવી શકાશે પરંતુ આ બધાવી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. 2000ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકાશે.
2000ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકાશે
AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. 30-9-2023 સુધી 2000ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકાશે. આ નિર્ણયથી 2000 રૂપિયાની નોટ ધારકોને ફાયદો એ થશે કે તેમને બેંકનો ધક્કો નહી ખાવા પડે અને તે લોકો એડવાન્સ ટેક્ષ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે.
6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ બાકી
ટેક્ષ નહી ભરનાર સામે AMCએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે. વોડાફોન, આઈડિયા, રિલાયન્સ સહિત 6 કંપનીઓને નોટિસ પાઠવામાં આવી છે. તેમને જણાવી દઈએ કે, આ 6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ બાકી છે. ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો આરઓ પરમિટ નહી આપવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, આગામી દિવસોમાં હોટલ, હોસ્પિટલ સહિતના સેક્ટરમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ટેક્ષ વસુલવામાં તમામ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે નોટ
રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટો બદલવા માટે બેંકમાં કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં અને ન તો કોઈ ઓળખ પત્રની જરૂર પડશે. તમે એક સમયે 2000 રૂપિયાની 10 નોટ બદલી શકો છો. ભારતીય ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. નોટ એક્સચેન્જની પ્રક્રિયાને લઈને RBIની સૂચના મુજબ તમામ બેંકોએ તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. વર્તમાનમાં નોટ બદલવાનું કામ ચાલી રહ્યું છે.
'ક્લીન નોટ પોલિસી'
શક્તિકાંત દાસે લોકોને વિનંતી કરી હતી કે, લોકો 2000ની નોટો બદલવા માટે નાસભાગ ન કરે. બેંકોમાં એકસાથે ભીડ કરવાની જરૂર નથી. તમે ધીમે ધીમે નોંટો બદલી શકો છો. આ માટે સામાન્ય માણસ પાસે 4 મહિનાનો સમય છે. એક દિવસમાં રૂ. 20,000 સુધી કન્વર્ટ કરવા માટે કોઈ ફોર્મ ભરવાની અથવા ID બતાવવાની જરૂર નથી. નોંધપાત્ર રીતે 2016માં નોટબંધી પછી રોકડની તંગીને પહોંચી વળવા માટે 2000 રૂપિયાની નોટો જાહેર કરવામાં આવી હતી. હવે RBIએ 'ક્લીન નોટ પોલિસી' હેઠળ તેને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.