બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતમાં દિવ્યાંગ સાથે દુષ્કર્મ ગુજારનારને 20 વર્ષની સજા, સગીરા બોલી નથી શકતી એટલે આરોપીનું કૃત્ય ઈશારાથી વર્ણવ્યું
Last Updated: 11:32 AM, 13 November 2024
સુરતમાં દિવ્યાંગ તરૂણી પર દુષ્કર્મના મામલામાં બે વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. કોર્ટે દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારીછે. દિવ્યાંગ કિશોરી બોલી ન શકતી હોવાથી તેણે ઇશારાના માધ્યમથી પોતાની સાથે થયેલુ કૃત્ય અદાલત સમક્ષ વ્યક્ત વર્ણવ્યું હતું.. તરૂણી સાથે આરોપીએ ગાર્ડનમાં દુષ્કર્મ આચર્યુ હતું..
ADVERTISEMENT
આ ઘટના 18 જૂલાઇ 2022ના રોજની છે.. આરોપીનું નામ કૈલાશ ઉર્ફે ગોટીયા દિનકર કોળી છે.. આરોપીની ઉંમર 27 વર્ષની છે..ઘટનાની વિગત કંઇક એવી છે કે તરૂણી તેના ઘરની બાલ્કનીમાં ઉભી હતી ત્યારે આરોપી તેના ઘર પાસે આવ્યો હતો અને તેને ઇશારો કરીને બોલાવી હતી ત્યારબાદ ફોસલાવીને તે પોતાના સ્કૂટર પર બેસાડીને તરૂણીને લઇ ગયો હતો અને નજીકના વિસ્તારમાં આવેલા એક પ્લોટમાં લઇ જઇ તેણે તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ તરૂણીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.. આ ઘટના પર બે વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે અને આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.