VTV વિશેષ / આરોગ્ય બન્યું ધંધો ; ભારતમાં જરૂર ન હોવા છતાં ૨૦ ટકા જેટલા હાર્ટના દર્દીને સ્ટેન્ટ મુકાય છે

20% patients in India install unnecessary stent in heart

આપણા ત્યાં હૃદયની બીમારીના દર્દીઓ વધી રહ્યા છે. તેની સામે સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ અને બાયપાસ સર્જરી પણ ઢગલાબંધ થઇ રહી છે. તેની સામે હંમેશાં એક વિવાદ એ રહ્યો છે કે કેટલાક ડોક્ટર જરૂર ન હોય તેમ છતાં સ્ટેન્ટ મૂકીને કે બાયપાસ સર્જરી કરીને દર્દીઓનાં ખિસ્સાં ખંખેરે છે, તેમાં પણ પૈસાપાત્ર, મેડિક્લેમ ધરાવતા અને જેમને સારવાર માટે સરકારની સંપૂર્ણ સહાય મળે છે તેવા કર્મચારી અને પેન્શનરો પર આવા ડોક્ટરોની પહેલી નજર હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ