વિયેતનામના હનોઈમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 12 વર્ષીય છોકરી 12 મા માળની ગેલેરીમાંથી નીચે પડી હતી. જો કે,કોઈ ડિલિવરી બોયની કોઠાસૂઝને કારણે તેનો જીવ જતા બચી ગયો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, 31 વર્ષીય ડિલિવરી બોય ન્ગુયેન નાગોસે એક બાળકીને બચાવી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે બે વર્ષની બાળકી ગેલેરીમાં લટકી રહી છે અને અચાનક તે નીચે પડે છે.
😱¡HEROICA ATRAPADA!👏
Un repartidor le salvó la vida a una niña de 3 años que cayó del piso 12 de un edificio en Vietnam.
La nena sufrió fracturas en la pierna y en los brazos, pero está viva gracias a la heroica acción de Nguyen Ngoc Manh❤️, quien sufrió un esguince.#VIRALpic.twitter.com/eI03quT0IM
આ ઘટના અંગેની માહિતી આપતાં ન્ગુયેન નાગોસે જણાવ્યું કે જ્યારે તે એક પાર્સલ પહોંચાડવા માટે ગ્રાહકની રાહ જોઇ રહ્યો હતો ત્યારે તેણે જોયું તો એક બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. જે 12મા માળે લટકી રહી હતી.
બાળકીને બચાવી લે છે ડિલેવરી બોય
યુવકે વધુમાં જણાવ્યું કે, અચાનક તે નીચે પડે છે અને તે સમયે આ ડિલેવરી બોય પોતાની આગવી કોઠાસૂઝને કારણે બાળકીને જમીન પર પટકાતા અટકાવી દે છે અને તેને બચાવી લે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.