બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / 2 women died of electric current in Bardoli town of Surat

ઘોર બેદરકારી / સુરતના બારડોલી નગરમાં જીવિત વાયર નીચે પડતા 2 મહિલાને વીજ કરંટ લાગતા મોત, પરિવાર પર આભ ફાટ્યું

Dhruv

Last Updated: 01:25 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના બારડોલી નગરમાં ભૂતમામા વિસ્તારમાં જીવિત વાયર નીચે પડતા 2 મહિલાને વીજ કરંટ લાગતા મોત નિપજ્યાં છે.

  • સુરતના બારડોલી નગરમાં વીજ કરંટથી 2 મહિલાના મોત
  • ભૂતમામા વિસ્તારમાં જીવિત વાયર નીચે પડતા આ દુર્ઘટના ઘટી
  • શું બંને મૃતક મહિલાના પરિવારજનોને કોઇ વળતર મળશે?

સુરતના બારડોલી નગરના ભૂતમામા વિસ્તારમાં બે મહિલાઓ ખેતરમાં જ્યારે મશરૂમ તોડવા ગઇ એ દરમ્યાન જીવિત વીજતાર તૂટીને નીચે પડતા તેઓને કરંટ લાગ્યો. તૂટેલા વીજતારને બંને મહિલાઓ જ્યારે હટાવવા ગઇ એ દરમ્યાન બંને મહિલાઓને વીજ કરંટ લાગતા તેઓના મૃત્યુ થયા છે. આથી, આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ.

વાયરને કવર કરીએ તો આવી ઘટનાઓ અટકાવી શકાય: એન્જિનિયર

મહત્વનું છે કે, ચોમાસામાં અનેકવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શું તંત્રની કોઇ જવાબદારી જ નથી કે આવી ઘટનાઓને બનતા કઇ રીતે અટકાવવી. ત્યારે આ અંગે ડેપ્યુટી એન્જિનિયર કેશવભાઇને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, 'પવન સાથે ભારે વરસાદ આવવાથી નારિયેળીના ઝાડ પર જાળી પડતા વાયર તૂટતા વાયર નીચે પડ્યા અને બાદમાં આ અકસ્માત સર્જાયો.' તેઓએ જણાવ્યું કે, 'જો ખુલતા વાયરના બદલે એરિયલ કન્ડક્ટ વાયર રાખીએ તો આવી ઘટનાઓ અટકાવી શકાય. પણ હજુ ખેતીવાડી વિસ્તારમાં એ બાકી છે.' ત્યારે આ મામલે જ્યારે એમ કહેવામાં આવ્યું કે, શા માટે ખેતીવાડી વિસ્તારમાં આ પ્રક્રિયા હજુ બાકી છે, બે મહિલાઓ મોતને ભેટી છે. ત્યારે તેઓએ કહ્યું કે, 'ખેતરની ફરતે ફેન્સિંગ કર્યું છે છતાં આ બંને બહેનોએ ત્યાં પ્રવેશ કર્યો હતો.'

પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, આ રીતે તૂટેલા વીજતારને હટાવવા જતા બે મહિલાઓના વીજકરંટથી જે મોત થયા છે તેની માટે જવાબદાર કોણ? શા માટે આ પ્રકારે વીજતારો ખુલ્લા મુકવામાં આવે છે? શા માટે આવા વાયરોને કવર નથી કરવામાં આવતા? શું આવી કોઇ ઘટના બને તેની તંત્ર રાહ જોઇને બેસે છે?'

જુઓ આ અંગે ધારાસભ્યએ શું પ્રતિક્રિયા આપી?

આ ઘટનામાં જ્યારે VTV NEWSએ ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારને ફોન કર્યો ત્યારે પહેલાં તો તેઓએ આ ઘટના અંગેનો સવાલ પૂછતાની સાથે જ ફોન કાપી નાખ્યો હતો. પરંતુ બાદમાં જ્યારે તેઓ જોડાયા ત્યારે તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'આ બે બહેનો સિતાડોડીના ફુલ અને મશરૂમ જેવી વસ્તુઓની શોધ માટે ખેતી વિસ્તારમાં ગયા હતા અને નારિયેળીના જે ડાળા કહેવાય તે હળવા દબાણવાળી વીજલાઇન પર પડતા વીજલાઇન તૂટી ગઇ હતી. જેના લીધે એક બહેનને કરંટ લાગતા બીજા બહેન જ્યારે તેમને બચાવવા ગયા. આથી, બીજા બહેનને પણ વીજકરંટ લાગતા આ દુ:ખદ ઘટના ગઇકાલે રાત્રે બની હતી. આ અંગે વીજતાર કેમ આટલાં બધા નબળા હતા તે અંગે અમારા બારડોલીના DGVCL ટાઉનના વસાવા જોડે પણ મારે વાત થઇ હતી. હાલમાં તેઓએ આ બાબતે યોગ્ય દિશામાં તપાસ હાથ ધરી રહ્યાં છે.'

વધુમાં તેઓએ જણાવ્યું કે, 'આ બંને મહિલાઓ ગરીબ પરિવારની હતી અને ગઇકાલે રાત્રે મને જ્યારે 10:30 વાગ્યે આ અંગેની જાણ થઇ ત્યારે DGVCL અને પોલીસને પણ આ અંગે જાણ કરી. બારડોલીથી સરદાર હોસ્પિટલે તેમના મૃતદેહને મોકલવામાં આવ્યા અને સવારે PMની કાર્યવાહી કરી.' પરંતુ ધારાસભ્યએ આ મામલે આ ગરીબ પરિવારને ક્યારે ન્યાય મળશે તે અંગે તેઓએ કોઇ પણ પ્રકારનું નિવેદન નથી આપ્યું.' ત્યારે આ મામલે અનેક સળગતા સવાલો ઉભા થઇ રહ્યાં છે. જેવાં કે....

  • વીજવિભાગની આવી ઘોર બેદરકારી કેમ ચલાવી લેવાય?
  • કોની બેદરકારીથી આ બે મહિલાનું મોત થયુ?
  • આ બે મહિલાના મોત માટે કોણ જવાબદાર?
  • આ મહિલાના મોત માટે જવાબદાર લોકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે?
  • શું આ બે મૃતક મહિલાના પરિવારજનોને કોઇ વળતર મળશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ