બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના 2 કોન્ટ્રાક્ટરોને કરાયા બ્લેકલિસ્ટ, જાણો એવી શું ઘટના ઘટી કે કરાઇ આકરી કાર્યવાહી
Last Updated: 12:43 PM, 31 October 2024
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં બે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મીરલ ક્ન્સ્ટ્રક્શન અને રાજેન્દ્રસિંહ સોલંકીને તંત્ર દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા કામ અધુરા છોડી દેવામાં આવતા જિલ્લા પંચાયતે કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
ગામોમાં સિંચાઇની યોજના અધુરી
આ બે કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી સમયમાં પૂર્ણ કરવામાં આવી ન હતી. જેને લઇ જેતે વિસ્તારના લોકોને હાલાકી વેઠવાની વારી આવી હતી. તદ્દઉપરાંત ગામોમાં સિંચાઇની યોજના અધુરી છોડી દેવામા આવી હતી. જેના કારણે વિવિધ વિકાસના કામો પણ ઘટ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: દિવાળી અને નૂતન વર્ષની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને પાઠવી શુભેચ્છાઓ
જિલ્લાના જરોદ, કોટંબી, રવાલ, વડદલા, જાવલા ગામોમાં નાની સિંચાઈ યોજનાનું કામ અધુરું મુકી દેવામાં આવતા કોન્ટ્રાક્ટરોને નોટિસો અપાવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા મીરલ ક્ન્સ્ટ્રક્શનને 23 અને રાજેન્દ્રસિંહને 7 નોટિસ મોકલવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં આ બે કોન્ટ્રાક્ટર મીરલ ક્ન્સ્ટ્રક્શન પાસેથી 14.40 લાખ અને રાજેન્દ્રસિંહ પાસેથી 1.80 લાખ રૂપિયા વસૂલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.