2 rickshaw pullers die after drinking suspicious drink in Junagadh
ચકચાર /
જૂનાગઢમાં શંકાસ્પદ પીણું પીધા બાદ 2 રિક્ષા ચાલકોના મોત, 1 અતિ ગંભીર, પીણાની બોટલ કબજે કરી તપાસનો ધમધમાટ
Team VTV11:56 PM, 28 Nov 22
| Updated: 12:01 AM, 29 Nov 22
જૂનાગઢના ગાંધી ચોક પાસે કેફી પીણા જેવું પ્રવાહી પીવાના કારણે બે વ્યક્તિની તબિયત બગડી હતી. જેના સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી છે.
જુનાગઢમાં 2 વ્યક્તિના શંકાસ્પદ મૃત્યુ થયા
શંકાસ્પદ પીણુ પીધા બાદ મૃત્યુ થયાની આશંકા
3 માંથી 2 દર્દીના મૃત્યુ, અન્ય એક ગંભીર
જુનાગઢમાં શંકાસ્પદ પીણુ પીધા બાદ 2 વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયુ છે. પીણાની આડઅસરની રાવ સાથે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓને ગંભીર અવસ્થામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા બે વ્યક્તિએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. જ્યારે અન્ય એક દર્દી ગંભીર હાલતમાં હોવાથી ચકચાર મચી જવા પામી છે.
હજુ પણ બંને વ્યક્તિઓના મૃત્યુનુ કારણ સ્પષ્ટ નહી
જૂનાગઢના ગાંધી ચોક પાસે આવાલે રિક્ષા સ્ટેન્ડ કેફી પીણા જેવું પ્રવાહી પીવાથી રફીક ઘોઘારીની તબીયત બગડી હતી. જેને લઇને સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ આ જ સ્થળે રહેલ પ્રવાહીની બોટલ જોન નામના યુવકએ પણ પિતા તેની પણ તબિયત બગડી હતી. જેને પણ સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં જોન નામના યુવાને પણ દમ તોડી દેતા પોલીસના ઉચ્ચ અધિકારી અને રાજકીય આગેવાનો સીવીલ ખાતે દોડી ગયા હતા. જોકે હજુ પણ બંને વ્યક્તિઓના મૃત્યુનુ કારણ સ્પષ્ટ ન થતાં પોલીસે શંકાસ્પદ પીણાની બોટલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.