સુરત: દારૂના નશામાં પહોંચ્યા કોર્ટ, 2 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ

By : admin 09:42 AM, 21 January 2019 | Updated : 09:42 AM, 21 January 2019
સુરતના મજુરા ગેટ વિસ્તારમાં રૂપિયા પડાવતા ASI અશોક સહિત 3 લોકોની અટકાયત કરાઈ હતી. જેમાં હવે 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂના નશામાં કોર્ટમાં આવેલા 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરતના અઠવા પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે એક મળતી માહિતી મુજબ કાર ચાલક પાસેથી પોલીસકર્મીઓએ રૂપિયાની માગ કરી હતી.

આ દરમિયાન પોલીસકર્મીઓએ લક્ઝુરિયસ કાર સીઝ કરવાની ધમકી આપી હતી. પોલીસકર્મીઓ ત્યાર બાદ 25 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. આ રૂપિયાના કારણે બોલાચાલી થતા પોલીસકર્મીઓએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો.

જો કે ત્યાર બાદ પોલીસકર્મીઓએ 5 હજાર રૂપિયા લઈને સમાધાન કર્યુ. 5 હજારની લાંચની સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વાયરલ વીડિયોના આધારે પોલીસકર્મીઓની અટકાયત કરવામાં આવી હતી. જો કે ત્યાર બાદ હવે બન્ને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 Recent Story

Popular Story