2 girl students of Sant Kabir School in vadodara are missing
તપાસ /
વડોદરામાં 2 વિદ્યાર્થિની ગુમ થયાની ઘટનાથી હડકંપ, વાલીઓ સાથે પોલીસ પણ તપાસમાં જોતરાઈ, જાણો મામલો
Team VTV08:52 PM, 18 Nov 22
| Updated: 08:52 PM, 18 Nov 22
વડોદરાના વાસણા રોડ પર સંત કબીર સ્કૂલની ધોરણ 4માં ભણતી 2 વિદ્યાર્થીનીઓ ગુમ થઈ છે, પોલીસનો કાફલો ઘટનાસ્થળે
વડોદરામાં વિદ્યાર્થિની ગુમ થયાની ઘટના
સંત કબીર સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓ ગુમ
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
વડોદરાની સંત કંબીર સ્કૂલની બે વિદ્યાર્થીનીઓ ગુમ થવાના સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરાના વાસણા રોડ પર આવેલી સંત કબીર સ્કૂલની ધોરણ 4માં ભણતી 2 વિદ્યાર્થિનીઓ ગુમ થઈ છે. સ્કૂલથી છુટ્યા બાદ સ્કૂલવાન ચાલક વિદ્યાર્થીનીઓની રાહ જોઈ રહ્યો હતો. વિદ્યાર્થીનીઓ સ્કૂલવાન પાસે ન પહોંચતા સમગ્ર ઘટના સામે આવી હતી.
સંત કબીર સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓ ગુમ
વડોદરાના વાસણા રોડ પર સંત કબીર સ્કૂલની 2 વિદ્યાર્થિનીઓ ગુમ થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર ધોરણ 4ની વિદ્યાર્થીનીઓ ગુમ થતા પોલીસ દોડતી થઈ છે. સ્કુલ છુટ્યા બાદ સ્કૂલવાન ચાલક વિદ્યાર્થીનીઓની રાહ જોઈ રહ્યો હતો. વિદ્યાર્થીનીઓ સ્કૂલવાન પાસે ન પહોંચતા સમગ્ર ઘટના બહાર આવી હતી. સ્કુલચાલકે વિદ્યાર્થીનીઓના વાલીઓને સમગ્ર મામલે કરી જાણ કરી હતી. સ્કુલ પર ગોત્રી પોલીસનો કાફલો અને વાલીઓ એકઠા થયા હતા.વિદ્યાર્થીનીઓ શાળા બહારથી રિક્ષામાં બેસીને ગઈ હોવાની પ્રાથમિક માહિતી દ્વારા જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.