બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tech & Auto / Extra / ટેક અને ઓટો / પૃથ્વી તરફ આવી રહ્યાં છે 2 વિશાળકાય એસ્ટરોઇડ, જે મચાવશે ભારે તબાહી! NASAએ આપ્યું એલર્ટ

અવકાશ / પૃથ્વી તરફ આવી રહ્યાં છે 2 વિશાળકાય એસ્ટરોઇડ, જે મચાવશે ભારે તબાહી! NASAએ આપ્યું એલર્ટ

Last Updated: 01:30 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વી પર વધુ એક વખત એસ્ટરોઇડનો ખતરો તોળાઈ રહ્યો છે. આજે બે એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યા છે. જેથી નાસાએ એલર્ટ જાહેર કર્યું છે.

ધરતી તરફ બે વિશાળ એસ્ટરોઇડ ધસી રહ્યા છે. આથી અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ વિશ્વના લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે. જો આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે મોટો ભૂકંપ આવશે. પૃથ્વી પર પ્રચંડ વિસ્ફોટના કારણે સમુદ્રમાં વિશાળ મોજા ઉછળી શકે છે. અને ભયંકર તુફાન પણ આવી શકે છે.

પરંતુ રાહતની વાત એ છે કે, નાસાએ આ એસ્ટરોઇડની પૃથ્વી સાથે અથડાવાની શક્યતા નજીવી ગણાવી છે, સાથે નાસા તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે એજન્સીની જેટ પ્રોપલ્શન લેબ આ એસ્ટરોઇડ પર નજર રાખી રહી છે. કારણ કે જો સહેજ પણ હલચલ થઈ તો એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાઈ શકે છે અને મોટા વિનાશનું કારણ બની શકે છે.


  • આ 2 એસ્ટ્રોઈડ વિશે આપ્યું એલર્ટ

આ બંને એસ્ટરોઇડના નામ 2021 TK11 અને 2024 TH3 છે, જે આજે 14 ઓક્ટોબર 2024ના રોજ પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. જેમાં 2021 TK11 એસ્ટરોઇડની પહોળાઈ લગભગ 22 ફૂટ છે. તે નાના વિમાનની સાઈજ જેટલું છે. તે પૃથ્વીથી 1,900,000 માઈલ દૂર રહેશે તેનું ચંદ્રની ભ્રમણકક્ષાને પાર કરીને આગળ વધવાની શક્યતા છે.

વધુ વાંચો : LICની પોલિસી ખરીદતી વખતે ભૂલથી પણ આ બાબતને ઇગ્નોર ન કરતા, નહીંતર મૂકાશો મુશ્કેલીમાં

એસ્ટરોઇડ 2024 TH3 આશરે 52 ફૂટ પહોળો છે, જે 2021 TK11 કરતા થોડો મોટો છે અને વિમાનની સાઈજ જેટલો છે. તે પૃથ્વીથી લગભગ 2,860,000 માઈલના અંતરેથી પસાર થશે. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેપીએલ) આ એસ્ટ્રોઈડ પર નજર રાખી રહી છે. આથી કોઈપણ સંભવિત ખતરાને અગાઉથી ઓળખ કરી શકાય.

  • 4.6 અબજ વર્ષો પહેલા થઈ હતી એસ્ટરોઇડની રચના

એસ્ટરોઇડ ખડકો જેવા દેખાય છે. આ એસ્ટરોઇડ ધાતુ અને ખનિજોનું મિશ્રણ હોઈ શકે છે. તેઓ અવકાશમાં સતત ફર્યા કરે છે, તેને ગ્રહોની આસપાસ પણ ફરતા જોઈ શકાય છે. જ્યારે એસ્ટરોઇડ ફરતી વખતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ હેઠળ આવે છે, ત્યારે તે ઉલ્કાઓ કહેવાય છે. ઉલ્કા પિંડોને પૃથ્વી પરથી નરી આંખે પણ જોઈ શકાય છે.

PROMOTIONAL 9

એસ્ટરોઇડને સૌરમંડળના અવશેષો હોય છે, જે 4.6 અબજ વર્ષ પહેલા અવકાશમાં થયેલ બિગ બેંગના કારણે રચાયા હતા. જેમ જેમ ગ્રહોની સાઇઝ બનતી ગઈ તેમ તેમ માટી અને વાયુના કણો એકબીજા સાથે અથડાઈને પથ્થર જેવા નાના ટુકડા થઈ ગયા. જેને એસ્ટરોઇડ તરીકે ઓળખાય છે. ગુરુના ગુરુત્વાકર્ષણ હેઠળ હોવાને કારણે આ એસ્ટરોઇડ આજ સુધી ગ્રહો બની શક્યા નથી, નહીં તો તે અવકાશમાં ઘણા ગ્રહો બની ગયા હોત.

સંકળાયેલા મુદ્દાઓ

Asteroid NASA Earth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ