બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 friends were hit by vehicle on Morbi both died
Mahadev Dave
Last Updated: 06:33 PM, 10 September 2022
ADVERTISEMENT
ઔદ્યોગિક નગરી મોરબી જાણે અકસ્માત ઝૉન બન્યું હોય તેમ અવારનવાર અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી રહી છે. તેવામાં આજે સર્જાયેલા અકસ્માતમાં મોરબીથી માટેલ પૂનમ ભરવા જતા 2 મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જેને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. કાળ બનીને આવેલા અજાણ્યા વાહને ફંગોળ્યા બાદ બન્ને મિત્રોના મોત નિપજ્યાં હતા.
બાઈક લઈ જઇ રહેલ મિત્રોને અજાણ્યા વાહને મારી ટક્કર
રિપોર્ટ અનુસાર પૂર્વ કચ્છના સામખીયાળી ખાતે રહેતા ઈશ્વરભાઇ કરશનભાઇ રાવલ અને પોતાના મિત્ર અમરશી રણછોડભાઇ કોળી સામખીયાળીથી માટેલ ખોડીયાર માતાજીના દર્શન અર્થે જઇ રહ્યા હતા. આ વેળાએ જી.જે.12એજે.6080 નંબરની પોતાની બાઇકને મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લીધું હતું. જેંને લઈને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈશ્વરભાઇ રાવલ અને અમરશી કોળી ફુટબોલની ફંગોળાતા ઇજા પહોંચી હતી.જેથી બનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ત્યારબાદ મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડી પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.
ADVERTISEMENT
ધાનેરાના મહેશ્વરી પરિવારને નડ્યો રાજસ્થાનમાં અકસ્માત, 4 ના મોત
વધુમાં અકસ્માતની વધુ એક કરુણ ઘટના રાજસ્થાનના ગુડા મલાણી પાસે સામે આવી છે. જેમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેસોરથી દર્શન કરી પરત ફરતી વેળાએ પરીવારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં ધાનેરાના મહેશ્વરી પરીવારના 3 મહિલા સહિત 4 લોકોને સારવાર મળે તે પહેલા કાળ આંબી ગયો હતો. આ ઘટનાને લઇને પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. બીજી બાજુ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ઈજાગ્રસ્ત એકને સારવાર અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT