બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 2 Dead, 17 Injured In Japan Mass Stabbing

જાપાન / એક વ્યક્તિનો ચાકૂથી 20 લોકો પર હુમલો, 2નાં મોત, 17ને ઇજા

vtvAdmin

Last Updated: 12:48 PM, 28 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનમાં આજરોજ સવારે એક વ્યક્તિએ અંદાજે 20 લોકો પર ચાકૂથી હુમલો કર્યો. આ હુમલો જાપાનના શહેર કાવાસાકીમાં આવેલા એક પાર્કની બહાર કરવામાં આવ્યો. એક મળતાં અહેવાલ મુજબ ટોક્યિના દક્ષિણી ભાગમાં આવેલ કાવાસાકી શહેરમાં આ ઘટના ઘટી છે.

ટોકિયાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ હુમલા પાછળ શું કારણ જવાબદાર હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ હુમલામાં એક બાળક અને એક વયસ્ક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ હુમલા બાદ પોલિસે ચાકુથી હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
 


સૂત્રોને મળતી જાણકારી મુજબ પોલીસને હુમલોખોર પાસેથી બે ચાકૂ મળ્યાં છે. જો કે પોલીસે આ હુમલાખોરની ધરપકડ કરી તે પહેલા પોતાના ખભા પર ચાકૂ મારી પોતાની જાતને પણ ઇજા પહોંચાડી છે.
 


ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ અમને કોલ મળી. જો કે પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં સ્થિતિ પર નિયંત્રણ કરવામાં આવ્યું છે અને રાહત અને બચાવ કાર્ય માટે મેડિકલની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Death Mass Stabbing World News japan Japan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ