જામનગરમાં ખંભાળીયા ધોરીમાર્ગ પર એક અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બે યુવકોનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. જેના કારણે તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ખંભાળિયા ધોરીમાર્ગ પર અકસ્માત
અકસ્માતમાં 2 લોકોનું કમકમાટી ભર્યું મોત
પુત્રના જન્મના 8 દિવસ બાદ પિતાનું મોત
જામનગરમાં આવેલ ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા પાટીયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કાર બે થી ત્રણ વખત પલટી મારી ગઈ જેના કારણે સગા ભાઈના કરૂણ મોત નિપજ્યા છે. ધોરીમાર્ગ પર એકાએક શ્વાન વચ્ચે આવી ગયું જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
2 યુવકોના ઘટના સ્થળે મોત
કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા, જેમા બે યુવકોના ઘટના સ્થળેજ મોત થયા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા જેથી તેમને સારવાર અર્થે તાત્કાલીક જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
જે બે ભાઈઓના મોત થયા છે. તેમના નામ રાજેન્દ્રસિહ ઝાલા અને પૃથ્વીસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જ્યારે પોલીસને અકસ્માતની જાણ થઈ ત્યારે પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. જ્ચા તેમણે કાર્યવાહી આરંભી તેમજ ઘાયલોને તાત્કાલીક તેમણે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પત્ની અને પરિવારજનો આઘાતમાં
બે ભાઈઓના મોત થવાને કારણે પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ છે. બંને ભાઈઓ પડાણાના સરપંચમા ભત્રિજા હોવાનું સામે આવ્યું છે. જેમા રાજદીપસિંહ ઝાલાના ઘરે તો હજુ અઠવાડિયા પહેલાજ પુત્રનો જન્મ થયો હતો. જેથી તેમના પત્ની અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.