બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હજુ સુધી વેબસાઇટ પર તારીખ નથી કરાઇ અપડેટ, તો શું 24મી ફેબ્રુઆરીએ PM કિસાનનો 19મો હપ્તો જાહેર નહીં થાય?
Last Updated: 01:07 PM, 12 February 2025
ખેડૂતો માટે શરુ કરવામાં આવેલી PM કિસાન યોજના શરુ કરવામાં આવી છે. જેમાં દર ત્રણ મહિને ખેડૂતો લના ખાતામાં 2-2 હજાર નાખવામાં આવે છે. અત્યાર સુધી 18 હપ્તા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. હવે 19માં હપ્તાની રાહ જોવાઇ રહી છે.
ADVERTISEMENT
આ 19મો હપ્તો 24મી ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવવાની સંભાવના હતી. પરંતુ તેની માહિતી ઑફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં નથી આવી. અગાઉ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે. જેની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીની બિહારના ભાગલપુરની મુલાકાત દરમિયાન થઈ શકે છે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા ખેડૂતોના બેંક ખાતામાં 19મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા હોવ તો તમને સરકાર વાર્ષિક 6000 રૂપિયા આપે છે અને આ પૈસા લાભાર્થીઓના બેંક ખાતામાં 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે. આ પૈસા DBT દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.
ADVERTISEMENT
PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર હજુ સુધી 19મા હપ્તાની રિલીઝ કરવાની તારીખ આપવામાં નથી આવી. આ સ્થિતિમાં યોજના સાથે જોડાયેલા ખેડૂતોના બેંક ખાતામાં 19મા હપ્તાના પૈસા ક્યારે આવશે તે અંગે મૂંઝવણ થવી સ્વાભાવિક છે, પરંતુ અહીં એ યાદ રાખવું પણ જરૂરી છે કે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અગાઉ કહી ચૂક્યા છે કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં બની શકે કે આગામી દિવસોમાં વિભાગ દ્વારા આ માહિતી વેબસાઇટ પર અપડેટ કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.