વિકાસ! /
ગુજરાતનું ભવિષ્ય કુપોષિત: ગુજરાત સરકારે કબૂલ્યું રાજ્યમાં 1.96 લાખ બાળકો કુપોષિત
Team VTV08:46 AM, 13 Dec 19
| Updated: 08:53 AM, 13 Dec 19
ગુજરાતમાં આરોગ્ય મામલે સરકાર ઉંઘતી ઝડપાઈ છે. તેમાંય ખાસ કરીને મહિલાઓ અને બાળકો મામલે સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી જાય છે. રાજ્યમાં 1.96 લાખ બાળકો કુપોષિત હોવાનું ગુજરાત વિધાનસભામાં ખુદ સરકારે કબૂલ્યુ છે.
રાજ્યમાં કુલ 1.96 લાખ કુપોષિત બાળકો
1.55 લાખ બાળકોનુ વજન ઓછું
અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 41090
કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારે દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો. રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા 1.96 લાખે પહોંચી થે, 1.55 હજારોથી વધુ બાળકો અન્ડર વેઈટ એટલે કે ઓથુ વજન ધરાવે છે. વળી અતિ ઓછા વજન વાળા બાળકો જોઈએ તો 41,090 બાળકોનું વજન સાવ ઓછુ છે. આ સ્થિતિ રાજ્ય સરકારે 30 જૂન 2019 સુધીના આંકડાને આધારે સ્પષ્ટ કરી હતી.
દાહોદમાં સૌથી વધુ કુપોષિત બાળકો
સૌથી વધુ ઓછું વજન ધરવતાં બાળકોમાં દાહોદ મોખરે છે. કોંગ્રેસના MLA પૂનમ પરમારે પૂછેલા સવાલનો જવાબ અપાયો હતો જેમાં રાજ્ય સરકારે 30 જૂન 2019 સુધીની પરિસ્થિતિને અનુલક્ષીને જવાબ આપ્યો હતો. દાહોદમાં અતિ ઓછુ વજન ધરાવતાં બાળકોની સંખ્યા 10,549 છે. જ્યારે કુપોષિત બાળકોની સંખ્યા 31,939 છે.