ગજબ! / હળવદના માથકમાં બુટલેગરે દારૂની 192 પેટીઓ એવી જગ્યાએ સંતાડી હતી કે જાણીને ચોંકી જશો

192 boxes foreign liquor seized between castor crops in halvad Gujarat

બુટલેગરો અને દારૂના રસિયાઓ ગુજરાતમાં દારૂબંધીની ઐસી કી તૈસી કરીને રોજ નીતનવા ગતકડાં કરીને દારૂની હેરાફરી અને સંગ્રહ કરી જ લે છે. આવી જ ઘટના હળવદમાં સામે આવી છે. હળવદમાં એક ખેડૂતે ખેતરમાં પાકની સાથે સાથે જથ્થાબંધ દારૂની પેટી પણ વાવી દીધી હતી.માથક ગામમાં ખેતરમાં એરંડા પાકની વચ્ચે દાટેલી 192 પેટી દારૂ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 3.20 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલી પેટીઓ ઝડપાઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ