બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 19 year old woman by her brother and mother aurangabad police

ઔરંગાબાદ / ઑનર કિલિંગ: દીકરીએ પરિવાર વિરુદ્ધ જઇને લગ્ન કરતા માતા-પુત્રએ કરી હત્યા

Premal

Last Updated: 01:27 PM, 6 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ઑનર કિલિંગનો કેસ સામે આવ્યો છે. ઔરંગાબાદ જિલ્લામાં એક 19 વર્ષીય કિશોરીએ પરિવારની વિરુદ્ધ જઇને લગ્ન કરી નાખ્યાં. જેનાથી નારાજ તેની માતા અને ભાઈએ રવિવારે રાત્રે કિશોરીની હત્યા કરી નાખી.

  • મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ઑનર કિલિંગ
  • 19 વર્ષીય કિશોરીએ પરિવારની વિરુદ્ધ જઇને લગ્ન કરી નાખ્યાં
  • નારાજ માતા અને ભાઈએ રાત્રે કિશોરીની હત્યા કરી નાખી

માતા-પુત્રએ ગુનો કબૂલ કર્યો

હત્યા બાદ માતા-પુત્રએ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસની સામે ગુનો પણ કબૂલ કર્યો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, 19 વર્ષની કન્યા ગામના એક યુવકને પ્રેમ કરતી હતી અને થોડા દિવસો પહેલાં બંનેએ એક મંદિરમાં લગ્ન કર્યા. લગ્ન બાદ કિશોરી પોતાના માતા-પિતા પાસે આશીર્વાદ લેવા પિયરે ગઇ હતી. કિશોરીની મનમાનીભર્યા કરતૂતથી નારાજ માતાએ પાંચ ડિસેમ્બરની રાત્રે દીકરા સાથે મળીને દીકરીની નિર્મમ હત્યા કરી નાખી. સવાર થતાં બંને લોકોએ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાનો ગુનો કબૂલ કર્યો. ઉલ્લેખનીય છે કે, ઑનર કિલિંગનો અર્થ પરિવારની મરજી વિરુદ્ધ પોતાની મરજીથી પ્રેમ વિવાહ કરવાનો હોય છે. આવી સ્થિતિમાં પરિવારજનો બાળકોની સામે આકરું પગલું ઉઠાવી લે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Daughter Mother love marriage murder son Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ