બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:05 PM, 14 February 2025
119 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા ડિપોટ કરવા તૈયારી કરી ચૂક્યું છે. ત્યારે આ 119 ભારતીયો કુલ 2 ફ્લાઇટમાં ભારત આવશે. આ પહેલા એક ફ્લાઇટ આવી ચૂકી છે ત્યારે આવતીકાલે 15 અને 16 તારીખે વધુ 2 ફ્લાઇટ્સ આવશે. આમ 3 જી ફ્લાઇટ 16 ફેબ્રુઆરી એ આવશે. આ 119 ભારતીયોમાં 19 ગુજરાતીઓનો સમાવેશ થાય છે જે લોકો અમૃતસર એરપોર્ટ ઉતરશે.
ADVERTISEMENT
119 ભારતીયોમાં 19 ગુજરાતીઓ
ADVERTISEMENT
આવતીકાલે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ ગેરકાયદેસર NRI ને લઈને પહેલી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. અગાઉ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને આવેલી અમેરિકન ફ્લાઇટમાં 104 લોકો સવાર હતા. આ ફ્લાઇટ પણ અમૃતસરમાં ઉતરી હતી. મોટાભાગના ગેરકાયદેસર ભારતીય સ્થળાંતર કરનારાઓ પંજાબ, હરિયાણા અને ગુજરાતના હતા. ત્યારે આ વખતે 119 ગેરકાયદે ભારતીયો વતન પરત ફરશે જેમાં 19 ગુજરાતી મુસાફરોનો સમાવેશ થાય છે.
સંસદમાં પણ હોબાળો
આ અંગે સંસદમાં ઘણો હોબાળો થયો હતો. વિપક્ષે NRI પર હાથકડી અને બેડીઓથી બાંધેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારે આ અંગે સ્પષ્ટતા આપવી પડી. એસ જયશંકરે પોતે સંસદમાં કહ્યું હતું કે આ પ્રક્રિયા નવી નથી. અમેરિકા ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરતું રહ્યું છે.
PM મોદી મળ્યા હતા રાષ્ટ્રપતિ ટ્રમ્પને
અમેરિકાથી ફરી એક ફ્લાઇટ અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોને લઈને ભારત આવવાની છે. આ વખતે 2 ફ્લાઇટ આવશે. આ માટેની તૈયારીઓ અમેરિકાએ કરી લીધી છે. જે બે ફ્લાઇટ ભારતીયોને લઈને આવશે તેની તારીખ પણ આવી ગઈ છે. ઉલ્લેખનીય વાત એ છે કે હાલ નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે અને ગઇકાલે જ તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા હતા અને ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
વધુ વાંચો: લગ્નમાં જવાની ના પાડતા પત્નીએ ગળે ફાંસો ખાધો, વિયોગમાં પતિની ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા
PM મોદી એ કહ્યું ભારત તેના નાગરિકોને સ્વીકારશે
અમેરિકાના પ્રવાસે રહેલા પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા તેના નાગરિકોને સ્વીકારશે. વડાપ્રધાન મોદીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ફક્ત ભારતનો મુદ્દો નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે. જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે જો કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા પુષ્ટિ થાય છે અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે તો ભારત તેને પાછો લેવા તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.