19 events in 2019 happned for the very first time in history
ફ્લેશબેક 2019 /
2019ની સાલમાં આ 19 ઘટનાઓ ઈતિહાસમાં સૌપ્રથમ વખત બની ;જાણો કઈ કઈ?
Team VTV04:02 PM, 28 Dec 19
| Updated: 04:08 PM, 28 Dec 19
2020નું નવું વર્ષ હવે સૌના દ્વારે દસ્તક આપી રહ્યું છે એવા સમયે 2019ના આ વર્ષે પહેલવહેલી, સૌપ્રથમ વખત શ્રીગણેશ થયા હોય એવી રાજકારણ, વેપાર, સિનેમા, ખેલકૂદ જગત, વિજ્ઞાન વગેરેની 19 ઘટનાઓ ઉપર એક નજર નાખીએ.
જાન્યુઆરી
1. વિરાટ કોહલીની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા 2-1 થી ટેસ્ટ સિરીઝ ઉપર કબ્જો મેળવીને ઓસ્ટ્રેલિયાના ઘરઆંગણે પહેલવહેલી ટેસ્ટ સિરીઝમાં જીત નોંધાવી.
Source : Instagram (@Team India)
2. મૈસુરમાં જન્મેલ ગીતા ગોપીનાથ IMFમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે જોડાયા. તેઓ આ સંસ્થાની આટલી ઉંચી પોસ્ટ ઉપર સ્થાપિત થનાર પ્રથમ મહિલા છે.
3. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની છૂટ આપ્યા બાદ બિંદુ અમ્મીની અને કનકદુર્ગા આ મંદિરમાં પ્રવેશ મેળવનાર પ્રથમ મહિલાઓ બની.
માર્ચ
4. હોંગકોંગમાં ગુનાના આરોપીઓને ચીનમાં સોંપી દેવાનું વિવાદાસ્પદ બિલ પસાર થતા પ્રથમ વખત પ્રજા દ્વારા સરકાર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા.
5. USA, રશિયા અને ચીનની જેમ ભારતે પહેલવહેલી વખત મિશન શક્તિના નામથી એન્ટી સેટેલાઇટ અર્થાત સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા ધરાવતી સિસ્ટમ ડેવલપ કરી.
એપ્રિલ
6. વૈજ્ઞાનિકોએ ગેલેક્સી M87ના કેન્દ્રમાં ઇવેન્ટ હોરાઈઝન ટેલિસ્કોપની મદદથી પહેલી વખત બ્લેક હોલ ની તસ્વીર ખેંચી.
મે
7. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 437 સીટો સાથે કોંગ્રેસ કરતા વધુ બેઠકો (421) ઉપર પોતાની ઉમેદવારી નોંધાવી. નોંધનીય છે કે લોકસભામાં ભાજપે સૂપડાં સાફ કરી દીધા.
જૂન
8. ડોનાલ્ડ ટ્રમ્પ USAના પહેલા રાષ્ટ્રપ્રમુખ બન્યા જે નોર્થ કોરિયા માં પ્રવેશ્યા. ત્યાં તેઓ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોન્ગ ઉન ને મળ્યા.
જુલાઈ
9. ઇંગ્લેન્ડ ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ટાઈ પડ્યા બાદ જીત્યું. વિચિત્ર વાત એ છે કે સુપર ઓવરમાં પણ ટાઈ પડી અને સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટીમને વિજેતા જાહેર કરાઈ.
Source : Instagram ( @englandcricket)
ઓગસ્ટ
10. PV સિંધુ એ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં નોઝોમી ઓકુહારાને 21-7, 21-7 થી હરાવીને ગોલ્ડ જીતનાર સૌપ્રથમ ભારતીય બની.
Source : Instagram ( @pvsindhu1)
સપ્ટેમ્બર
11. કમલા હેરિસ USના સેનેટમાં ચૂંટાનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા બની.
Source : Twitter
12. આપણા સૌર મંડળથી 110 પ્રકાશવર્ષ દૂર K2-18b નામના ગ્રહ ઉપર પાણી મળી આવ્યું છે જે આપણા સૌરમંડળની બહારના કોઈ પદાર્થ ઉપર પહેલી વખત પાણીની હાજરી છે.
ઓક્ટોબર
13. કેન્યાનો એલ્યુઇડ કૅપચોગી વિએનામાં બે કલાકથી ઓછા સમયમાં (1:59:40) મેરેથોન દોડ પુરી કરનાર પ્રથમ મનુષ્ય બન્યો.
14. Girl, Woman, Other પુસ્તકની લેખિકા UKમાં જન્મેલ બર્નાર્ડિન એવારિસ્ટોને આ પુસ્તક માટે Booker prize મળ્યું. તેઓ આ પ્રાઈઝ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા છે.
નવેમ્બર
15. શિવ સેનાના ચીફ અને બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય બન્યા જેમણે મહારાષ્ટ્રના CMનું પદ સાંભળ્યું. તેમનો પુત્ર આદિત્ય પરિવારમાંથી ચૂંટણીમાં ભાગ લેનાર પ્રથમ સભ્ય બન્યો.
16. ભારત ઈડન ગાર્ન્ડન્સમાં બાંગ્લાદેશ સામે પ્રથમ વખત ડે નાઈટ પિન્ક બોલ ટેસ્ટ રમ્યું જેમાં ભારતનો એક ઇનિંગ્સ અને 46 રનથી વિજય થયો.
17. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 10 લાખ કરોડ રૂપિયાનું જંગી માર્કેટ કેપિટલ ધરાવતી પ્રથમ ભારતીય કંપની બની.
ડિસેમ્બર
18. CAA કાયદો પસાર થયો જેણે ધાર્મિક લઘુમતી માટે ભારતીય નાગરિકતા સુરક્ષિત કરી. આમ ધર્મ આધારે નાગરિકતા પ્રદાન કરવાનો કાયદો ભારતમાં પ્રથમ વખત નોંધાયો.